જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શીલ ગામના રહીશ દિલીપભાઈ ભરડા ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવી પોતાની ઓગણીસ વર્ષની નોકરી પૂર્ણ કરી પોતાને માદરે વતન શીલ ગામ ખાતે પરત ફરતા શીલ ગામના યુવા સરપંચ જયેશ ચુડાસમા અને જિલ્લા પંચાયતના સદસ્ય રામજીભાઈ ચુડાસમાં અને ગ્રામ પંચાયતના સદસ્ય અને ગ્રામજનો દ્વારા પ્રથમ શીલ બસ સ્ટેન્ડ ખાતે ગામના રિટાયર્ડ ફોજીઓ દ્વારા તેમનું સન્માન કરવામાં આવેલ હતું. તેમજ ગ્રામજનો દ્વારા ફૂલ હાર પેહેરાવી રિટાયર્ડ ફોજીનું અને તેમના ધર્મપત્નીનું સન્માન કરવામાં આવેલ હતું. ત્યારબાદ ડીજેના તાલ સાથે વાજતે ગાજતે ગામમાં સામૈયુ કરવા આવેલ અને ગ્રામજનો દ્વારા સન્માનિત રીતે ફોજીના ઘર સુધી વાજતેગાજતે પહોંચતા ફોજી દિલિપભાઈ ભરડાએ આભાર માનતા જણાવ્યું હતું. શીલ ગામના યુવા સરપંચ જયેશ ચુડાસમાએ નવી પ્રથા શરૂ કરી છે કે, કોઈપણ અમારા ગામના ફોજી રીટાયર થઈ પરત ફરે તેમનું ગ્રામજનો અને ગ્રામ પંચાયત દ્વારા સન્માન કરવામાં આવશે જેથી આભાર માન્યો હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews