જામનગર જિલ્લા ખાણ ખનીજ વિભાગની ક્ષેત્રીય તપાસ ટીમ દ્વારા છેલ્લા પાંચ દિવસ તેમજ રાત્રીના સમયગાળા દરમ્યાન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ખનીજ વિભાગ દ્વારા કરવામાં આવેલી આ આકસ્મિક ચેકિંગ કાર્યવાહીમાં જામનગર જિલ્લાના જુદા-જુદા વિસ્તારોમાં અને અધિકૃત રીતે ખનીજના વહન અંગેની તપાસ કામગીરીમાં મોટી સંખ્યામાં અધિકારીઓ-કર્મચારીઓ જાેડાયા હતા. આ તપાસ કામગીરી અંતર્ગત જુદા-જુદા વિસ્તારોમાંથી સાદી રેતી વહનના ૧૨ કિસ્સા, બ્લેક ટ્રેપ ખનીજ વાહનના ચાર કેસ તથા સેન્ડ સ્ટોન વહનમાં એક વાહન તેમજ હાર્ડ મોરમ ખનીજ ભરેલું એક વાહન જપ્ત કરવામાં આવ્યું હતું. આમ, જામનગરમાં છેલ્લા પાંચ દિવસની ખનિજ તંત્રની કાર્યવાહીમાં અનધિકૃત ખનીજના વહન કરવા સબબ ૧૮ વાહનો અટક કરી, સીઝ કરવામાં આવ્યા હતા. આ કામગીરીમાં કુલ દોઢ કરોડ જેટલો મુદ્દામાલ તંત્ર દ્વારા કબજે લેવામાં આવ્યો છે. જેમાં બિન અધિકૃત ખનીજ વહન અંગેની જવાબદારોને નોટિસો પણ ફટકારવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ કામગીરીમાં જામનગર જિલ્લામાં ચાલુ આર્થીક સત્રમાં રોયલ્ટી પેટે કુલ આવક રૂા.૧૯.૪૮ કરોડ તેમજ બિનઅધિકૃત ખનન, વહન તથા સંગ્રહના કેસો અંતર્ગત ૧.૯૮ કરોડની વસૂલાત હાલની સ્થિતિમાં કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews