બિનવારસું પકડાયેલા ૧ર૦ વાહનોની જૂનાગઢ પોલીસ દ્વારા હરરાજી કરાઈ, સરકારની તિજાેરીમાં રૂા.૧૩ લાખ જેવી રકમ જમા થશે

0

જૂનાગઢ જિલ્લાના જુદા-જુદા પોલીસ સ્ટેશનોમાં અલગ અલગ ગુન્હાના કામે, ડિટેઇન કરેલા વાહનો, બિનવારસી કબજે કરવામાં આવેલ વાહનો ઘણા સમયથી કોઈ માલિક વાહન પરત લેવા માટે આવતા નથી તેમજ છોડાવવા પણ આવતા નથી. જેથી પોલીસ સ્ટેશનોમાં વાહનોનો ભરાવો થઈ જાય છે અને બિન ઉપયોગી બની જતા હોય છે. જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા આવા એકત્રિત થયેલા વાહનોના નિકાલ કરવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવા માટે તમામ થાણા અમાલદારોને સૂચનાઓ કરવામાં આવેલ છે. જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા આપવામાં આવેલ સૂચના આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ડિવિઝનના સી ડિવિઝન ખાતેના ૮૭ વાહનો તથા ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે કબજે કરવામાં આવેલ ૩૩ વાહનો બાબતે માલિકો દ્વારા પોતાના વાહનો છોડાવવા કોઈ કાર્યવાહી કરવામાં આવેલ ના હોય તેવા વાહનોના હરરાજીના હુકમો મેળવી, તમામ કાર્યવાહી પૂર્ણ કરી તા.૯-૨-૨૦૨૨ના રોજ હરરાજી કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. જે જાહેર હરરાજી દરમ્યાન સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેના ૮૭ વાહનોની અપસેટ વેલ્યુ રૂા.૨,૩૬,૪૦૦/- ગણવામાં આવેલ હતી, જેની હરરાજી કરવામાં આવતા સૌથી વધુ બોલી વેપારી દ્વારા રૂા.૭,૫૫,૦૦૦/- બોલવામાં આવતા ૧૮ ટકા જીએસટી મળી, કુલ આશરે રૂા.૯,૦૦,૦૦૦/- જેટલી રકમ સરકારમાં જમા થશે. એજ રીતે ભવનાથ પોલીસ સ્ટેશન ખાતેના ૩૭ વાહનોની અપસેટ વેલ્યુ રૂા.૧,૩૬,૪૦૦/- ગણવામાં આવેલ હતી, જેની હરરાજી કરવામાં આવતા સૌથી વધુ બોલી વેપારી દ્વારા રૂા.૨,૮૭,૦૦૦/- બોલવામાં આવતા ૧૮ ટકા જીએસટી મળી, કુલ આશરે રૂા.૩,૪૦,૦૦૦/- જેટલી રકમ સરકારમાં જમા થશે. જેથી, જૂનાગઢ ડિવિઝનના સી ડિવિઝન, પોલીસ સ્ટેશન તથા ભવનાથ પોલીસ સ્ટેશનો ખાતે કબજે કરવામાં આવેલ વાહનોની હરરાજીમાં રસ ધરાવતા ૩૫ જેટલા વેપારીઓએ ભાગ લીધેલ હતો અને જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, સી ડિવિઝન પીએસઆઇ જે.આર. વાજા, ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ.સી. ચુડાસમા, આરટીઓ કે.જે. મોઢ, એ.વી. પરમાર, મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર વી.જી. ડાંગર, ઇન્ચાર્જ એમટીઓ બી.જે. બારડ, એકાઉન્ટ રાઇટર હેડ હાજીભાઈ સહિતની કમિટી દ્વારા સી ડિવિઝન પોલીસ સ્ટેશન તથા ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે જૂનાગઢ પોલીસ દ્વારા પ્રથમવાર કુલ આશરે ૧૨૦ વાહનોની જાહેર હરરાજી યોજી, કુલ આશરે રૂા.૧૩ લાખ જેટલી કિંમત ઉપજેલ છે, જે સરકારમાં જમા કરાવવા તજવીજ કરવામાં આવેલ છે. વાહનોની હરરાજી હે.કો. નારણભાઇ, ભાવેશભાઈ, મનીષભાઈ, સાગરભાઈ, રામદેભાઈ, રાજુભાઇ ઉપાધ્યાય સહિતના પોલીસ ટીમ દ્વારા જહેમત ઉઠાવાઈ હતી.  વાહનોની હરરાજી થતા, પોલીસ સ્ટેશનમાં ભંગાર થતા અને ભરાવો ઓછો થતા, રાહત પણ થશે. જૂનાગઢ જિલ્લાના બાકીના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં હરરાજીની કાર્યવાહી જેમ જેમ પૂર્ણ થતાં, હજુ બીજા પોલીસ સ્ટેશન ખાતે પણ પડેલા વાહનોની જાહેર હરરાજી યોજવામાં આવશે, તેવું જૂનાગઢ પોલીસની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!