રૂા. પાંચ લાખ વસુલ મળવા જીલ્લા પોલીસ અધિકારી જૂનાગઢને નોટીસ પાઠવાઈ

0

સમસ્ત ખાંટ રાજપુત સમાજ ટ્રસ્ટની જગ્યા ભવનાથ મુકામે આવેલ છે. આ જગ્યામાં ૧૩ રૂમ, ચાર હોલ, રસોડુ મેદાન આવેલ છે. માજી મેયર લાખાભાઈ પરમારનાં પુત્ર સ્વ. ધર્મેન્દ્રનાં ખૂન થયા બાદ જૂનાગઢમાં કાયદો વ્યવસ્થા જાળવવા એસઆરપી જવાન મળી કુલ ૮૪ જવાનને રહેવા માટેની વ્યવસ્થા જૂનાગઢ પોલીસ તરફથી ભવનાથ મુકામે આવેલ સમસ્ત ખાંટ રાજપુત સમાજ ટ્રસ્ટની જગ્યા રાખવામાં આવેલ હતી. જેમાં એસઆરપીનાં અધિકારીઓ/જવાન ૪૩ દિવસ રોકાયેલ હતાં. જેનું ભાડુ ટ્રસ્ટ તરફથી મળવા ભવનાથ પોલીસ સ્ટેશન મારફત જીલ્લા પોલીસ અધિકારીને મંજુરી માટે મોકલવામાં આવેલ પરંતુ જીલ્લા પોલીસ અધિકારીને ભાડાની રકમ વધુ લાગતા ટ્રસ્ટે પચાસ ટકા ભાડુ ઘટાડી રૂા. ર,૪૭,૦૦૦નું રીવાઈઝ બીલ મોકલાવેલ. આ બીલ પણ જીલ્લા પોલીસ અધિકારીને વધુ લાગતા પરત ભવનાથ પોલીસ સ્ટેશન તરફ મોકલી આપેલ. આ અંગેની જાણ ટ્રસ્ટનાં પ્રમુખ નાથાભાઈ મોરીને કરતા ટ્રસ્ટનાં પ્રમુખે પુરી રકમ રૂા. પાંચ લાખ મળવા જીલ્લા પોલીસ અધિકારી જૂનાગઢને સીપીસી-૮૦ મુજબ નોટીસ આપેલ. નોટીસ સમય મર્યાદામાં રકમ ચુકવવામાં નહી આવે તો જૂનાગઢની કોર્ટમાં રકમ વસુલ કરવા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ માટે ટ્રસ્ટનાં વકીલ પી.ડી. ગઢવી મારફત લીગલ નોટીસ આપવામાં આવેલ છે. પાંચ લાખ ચોપન હજારમાંથી પચાસ ટકા રકમ ઓછી કરવા છતાં પોલીસ અધિકારી જૂનાગઢને ભાડાની રકમ વધુ લાગે છે. એસઆરપીનાં જવાન, અધિકારી જગ્યામાં રોકાયેલ ત્યારે સમાજનાં અન્ય વ્યકિતને રહેવાની મનાઈ ફરમાવેલ. કારણ અધિકારી તથા જવાનનાં હથિયારો નીચેનાં હોલમાં રાખવામાં આવેલ. અને મેદાનમાં વાહનો પાર્કીંગ કરતા હતાં. પ્રમુખ નાથાભાઈ મોરીએ સહકારની ભાવના સાથે સમાધાનકારી વલણ અપનાવી પચાસ ટકા ભાડાની રકમ ઘટાડેલ તેમ છતાં આ રકમ છેલ્લા ત્રણ-ચાર માસથી પેન્ડીંગ રાખી છેલ્લે બીલ ભવનાથ પોલીસ સ્ટેશન તરફ મોકલતા ના છુટકે ટ્રસ્ટનાં ભાડાની રકમ વસુલ મળવા કાયદેસર લીગલ નોટીસ આપવામાં આવેલ છે. જેમાં ગૃહ સચિવ ગાંધીનગર, જીલ્લા પોલીસ અધિકારી જૂનાગઢ અને પીએસઆઈ ભવનાથ પોલીસ સ્ટેશનને પક્ષકાર જાેડી નોટીસ આપવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!