જૂનાગઢ શહેર પોલીસ વિભાગમાં સાડા ત્રણ વર્ષ સુધી ખૂબ લોકપ્રિયતા પ્રાપ્ત કરી અત્યંત પ્રસંશનીય ફરજ બજાવનાર કર્તવ્યનીષ્ઠ અને બહોશ અધિકારી ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાની અમદાવાદ ખાતે બદલી થતા જૂનાગઢ શહેર સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા અત્રેનાં ચિતાખાના ચોકમાં ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા તેમજ ક્રાઈમ બ્રાન્ચનાં પીઆઈ એચ.આઈ. ભાટી અને પીએસઆઈ ડી.જી. બડવાને ઉષ્માભર્યું વિદાયમાન અપાયું હતું. વોર્ડ નં-૭નાં કોર્પોરેટર રઝાકભાઈ હાલા દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અત્રે જૂનાગઢ શહેરમાં ફરજ બજાવીને વિદાય થઈ રહેલા ઉપરોકત અધિકારીઓને ફૂલહાર, પુષ્પગુચ્છ, શાલ તેમજ સાફો પહેરાવી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું અને જૂનાગઢ શહેરમાં ખૂબ જ પ્રસંશનીય ફરજ બજાવનાર ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા પ્રત્યે સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા કૃતજ્ઞતાની લાગણી વ્યકત કરવામાં આવી હતી. આ તકે મુસ્લિમ સમાજનાં આગેવાનો, ઉદ્યોગપતિઓ, વિવિધ ક્ષેત્રનાં અગ્રણીઓ, વિવિધ જમાતનાં પ્રમુખો, સામાજીક સંસ્થાઓ સાથે જાેડાયેલા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મોલાના મતીન સાહેબ, વોરા સમાજનાં આમીલ શેખ યુસુફભાઈ જરીવાલા, રઝાકભાઈ હાલા, મોહંમદ હુસેનભાઈ હાલા, ઈકબાલભાઈ મારફતીયા, ડો. દોલકીયા, ડો. એ.એસ. ખાન, વરિષ્ઠ પત્રકાર એસ.આઈ. બુખારી, અજીઝભાઈ સોરઠીયા, એન્જીનિયર ઈસ્માલભાઈ દલ, સીદીકભાઈ કસીરી, ડો. હારૂનભાઈ વિહળ, હનિફભાઈ હાલા, સફીભાઈ સોરઠીયા, સાકીરભાઈ બેલીમ, મુન્નાબાપુ દાતાર વાળા, અમીનભાઈ શેખ, અદ્રેમાનભાઈ અન્સારી, હનીફભાઈ ભટ્ટી, આરીફભાઈ જેઠવા, હસનભાઈ વિગેરે આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.