જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં આજે કાલ ભૈરવ જયંતિની ભાવભેર ઉજવણી

0

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં આજે કાલ ભૈરવ જયંતિની ભકિતભાવ ભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આજે મંગળવારે કાલભૈરવ જયંતિના દિવસે મુશીબતમાંથી છુટકારો મેળવવા તથા રક્ષા મેળવવા માટે કાલભૈરવ દાદાની પૂજા ઉત્તમ ફળદાયક છે. આજે કાલભૈરવ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. જૂનાગઢ શહેરમાં કોલેજ રોડ ઉપર આવેલ ભૂતનાથ ફાટક પાસે આવેલા કાલ ભૈરવ દાદાના મંદિરે આજે સવારથી જ પૂજન-અર્ચન સહિતના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ભાવિકો કાલ ભૈરવ દાદાના દર્શને આવી રહ્યા છે અને કાલભૈરવ દાદાને પ્રસાદ ધરાવવામાં આવી રહેલ છે.

error: Content is protected !!