જૂનાગઢ, મેંદરડા અને ચોરવાડ પંથકમાં દુષ્કર્મના ત્રણ બનાવ : પોક્સો હેઠળ કાર્યવાહી

0

જૂનાગઢ, મેંદરડા અને ચોરવાડ પંકથમાં દુષ્કર્મ અંગેના ત્રણ બનાવો પોલીસ દફતરે નોંધાયા છે અને આરોપી વિરૂધ્ધ પોકસો અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર, જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં બનેલા એક બનાવમાં એક પરિવારની ૧૮ વર્ષની પુત્રી ઉપર યજ્ઞેશ શાંતિલાલ ભોગાયતા નામના શખ્સે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાતા પોલીસે આરોપી વિરૂધ્ધ કલમ ૩૭૬(ર)(એન), ૩૭૬(ર)(જે), ૩ર૩, પોકસો એકટ પ(જે)(ર), પ(એલ), ૬, ૮, ૧ર મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ બનાવની વધુ તપાસ પ્રોબેશ્નલ પીઆઈ વી.જે. સાવજ ચલાવી રહ્યા છે. આ ઉપરાંત મેંદરડા પંથકમાં પણ અંબાળા ગામ, મધુવંતી નદીના ડેમ પાસે આવેલ વાડી વિસ્તારમાં બનવા પામ્યો છે જેમાં એક પરિવારની પુત્રી દુષ્કર્મનો ભોગ બની છે અને દેવાયતભાઈ ભીખાભાઈ ચૌહાણ નામના આરોપી વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવતા ઈપીકો કલમ ૩પ૪(ક)(બ), ૪૪૭, પોકસો એકટ ક. ૮, ૧ર મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ બનાવની વધુ તપાસ જૂનાગઢ સર્કલ પોલીસ ઈન્સ્પેકટર એન.એલ. પાંડોર ચલાવી રહ્યા છે. જયારે ત્રીજાે બનાવ ચોરવાડ પંથકમાં નોંધાયો છે જેમાં ભોગ બનનાર યુવતી ઉપર વિપુલ ભાયાભાઈ કરગઠીયાએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપી વિરૂધ્ધ ઈપીકો કલમ ૩પ૪(અ), પ૦૬, પોકસો એકટ કલમ ૮, ૧ર અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ બનાવ અંગે માંગરોળના સર્કલ પોલીસ ઈન્સ્પેકટર એસ.આઈ. મઘરા તપાસ ચલાવી રહ્યા છે.

error: Content is protected !!