કેજરીવાલે રૂા.૧૦૦ કરોડની લાંચ માંગી હતી : સુપ્રિમ કોર્ટમાં ઈડીની રજુઆત

0

દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડમાં મની લોન્ડ્રિંગના આરોપી દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડને પડકારતી અરજીનો વિરોધ કરતી વખતે, ઈડીએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલે ૧૦૦ કરોડ રૂપિયાની લાંચ માંગી હતી અને અમારી પાસે કેજરીવાલ વિરુદ્ધ પૂરતા પુરાવાઓ પણ છે. આ સંદર્ભમાં ઈડીએ કોર્ટમાં સાક્ષીઓના નિવેદનો ટાંક્યા જેમણે કેજરીવાલ પર લાંચ લેવાનો આરોપ લગાવ્યો હતો.
જાે કે, કોર્ટે કેજરીવાલ પર આરોપ લગાવતા માત્ર નિવેદનોને ધ્યાનમાં લેવા અને જે નિવેદનોમાં તેમના પર આરોપો નથી લગાડવામાં આવ્યા તે છોડી દેવા અંગે ઈડીને પ્રશ્ન કર્યા. કોર્ટે પૂછ્યું હતું કે શું ઈડીએ પીએમએલએની કલમ ૧૯ હેઠળ કેજરીવાલને દોષિત ઠેરવવા માટેના નિવેદનોને તથ્ય અને માન્યતાના આધાર તરીકે ગણ્યા હતા. સમગ્ર સામગ્રી ધ્યાનમાં લેવામાં આવી હતી કે નહીં.
ગુરૂવારે ઈડી દ્વારા આ કેસની તપાસ સાથે સંબંધિત ફાઇલો અને કેસ ડાયરી પણ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. ઈડીએ કોર્ટને એ પણ જણાવ્યું કે ટૂંક સમયમાં જ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. ઈડીએ ગુરુવારે કેજરીવાલની અરજીની સુનાવણીની યોગ્યતા પર પણ સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે આ અરજી સાંભળવા યોગ્ય નથી. તેમણે એમ પણ કહ્યું કે જે રીતે કોર્ટ કેસની સુનાવણી કરી રહી છે તે મિની ટ્રાયલ જેવું છે. આ કરી શકાતું નથી.

error: Content is protected !!