કોડીનાર શહેર અને તાલુકામાં તંત્રનું બુલડોઝર ફર્યું : મુખ્ય માર્ગ અને ફૂટપાથ ઉપર અડચણ રૂપ છાપરા-ઓટલા સહિતના દબાણો દુર કરાયા

0

તાલુકાના ગામોમાં ગૌચર અને શહેર મળી તંત્ર દ્વારા ૨.૪ કરોડની જમીન દબાણ હટાવી ખુલ્લી કરાઈ

ગીરસોમનાથના કોડીનાર શહેરમાં જિલ્લા કલેકટરની વિઝિટ બાદ તંત્રનું બુલડોઝર ફરી વળ્યું શહેરના મુખ્ય રસ્તાઓ અને તાલુકા દેવળી અને વેલણ સહિતના ગામોની ગૌચરની જમીન ઉપર દબાણો હટાવી અંદાજિત ૨.૪ કરોડની ૩૦૦૦ ચો.મી જગ્યા ખુલ્લી કરાવાઈ છે. કોડીનાર શહેરમાં ગઈકાલે વહેલી સવારથી જ પ્રાંત અધિકારી, ઉનાના માર્ગદર્શન હેઠળ મામલતદાર કોડીનાર, નાયબ કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન (રાજય), ચીફ ઓફિસર નગરપાલિકા કોડીનાર તથા નગરપાલિકા કોડીનારનો દબાણ શાખાના કર્મચારીઓ તેમજ પી.જી.વી.સી.એલ.નો સ્ટાફ, જે.સી.બી., ટ્રેકટર જેવા સાધનો સાથે ટીમ બનાવી છારા ઝાપાથી માર્કેટીંગ યાર્ડ, એસ.ટી. ડેપો રોડ, પણાંદર રોડ, અંજટા સિનેમા રોડ, સરકારી દવાખાનાથી પાણી ઝાપા અને પાણી દરવાજાથી મામલતદાર કચેરી સુધીના રસ્તા સુધીમાં દુકાનો રસ્તા પરના આવેલ દબાણો જેવા કે છાપરા, ઓટાઓ, પગથીઓ, બોર્ડ, બેનર, હોર્ડીસ, પતરાનો શેડ જેવી અંદાજે ૩૫૦ થી ૪૦૦ દુકાનદારો દ્વારા કરવામાં આવેલ દબાણો દુર કરી અંદાજીત બજાર કિંમત રૂા.૨.૪ કરોડ ની આશરે ૩૦૦૦ ચો.મી.જેટલી જગ્યા ખુલ્લી કરી છે જ્યારે નેશનલ હાઈવેથી દેવળી ગામ તરફ જતાં ગંગાજળી હારણની નળ આશરે ૧૦૦ મીટર દબાણવાળી જગ્યા અદાજીત કિંમત રૂા.૩ લાખ જેટલી જમીન ખુલ્લી તેમજ દેવળી ગામમાં પાણીનો ટાંકો બનાવવા માટે આશરે ૨૦૦ ચો.મી.જેટલી જમીન નકકી થયેલ. તેની ઉપર દબાણ થયેલ હોય તે પણ દબાણ ખુલ્લુ કરાવેલ છે. જેની બજાર કિંમત અંદાજીત ૧૫ લાખ રૂપિયા જેવી થાય છે. જ્યારે વેલણ ગામે ૧૦ વિધા જેના હે.૨- ૫૦-૦૦ ચો.મી. બજાર કિંમત અંદાજીત રૂા.૧ એક કરોડ ની કિંમત ની જગ્યાનું ગૌચરમાં થયેલ દબાણ ખુલ્લુ કર્યું સાથોસાથ દેવળી ગામે ગંગાજળી નળ તરીકે ઓળખાતા સીમ રસ્તા ખેડુતોના અવર જવર તેમજ ગાડા ટ્રેક્ટર જેવા વાહનો લઈ જવા માટે ઉપયોગમા લેતા હોય છે. આ રસ્તા પૈકીના દબાણો અંદાજીત કિંમત ૧૮ લાખ ની ૩૦૦ ચો.મી.જેટલી જમીનના દબાણ ખુલ્લા કરાવેલ છે. જ્યારે પાણી દરવાજાથી એસ.ટી. ડેપો રોડ વચ્ચે રસ્તામાં અડચણ રૂપ થાય તે રીતે ધંધા વેપાર કરતા ચાની લારીઓ, શાકભાજી અને ફુટની લારીઓ જેવી અંદાજે ૧૫૦ જેટલી લારીઓ ખસેડીને નગરપાલિકા દ્વારા શિંગોડા નદીના પટમાં બનાવેલ વોર્કસ જાેનમાં ઉભા રહેવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. તો બીજી તરફ કલેકટરની અપીલના અનુસંધાને આશરે ૧૦૦ જેટલા દુકાનદારોએ જાહેર જનતાને અડચણરૂપ થાય તેવા દબાણો જાતે ખસેડી લેતા વહીવટીતંત્ર અંગેની કામગીરીને સામાન્ય નાગરીકો તેમજ શહેરના આગેવાનો નાગરીકોએ બિરદાવી હતી હાલ અત્યારે લખાઈ છે ત્યારે તંત્ર પાસેથી જાણવા મળતી વિગત મુજબ કોડીનાર શહેરમાં જાહેર રસ્તા ઉપરના લોકોને નડતર રૂપ દબાણો દુર કરવાની કાર્યવાહી કાલે પણ શરૂ રાખવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે તંત્રના આ કામગીરીથી શહેરની ટ્રાફિક સમસ્યા તો ચોક્કસ દૂર થશે પણ તંત્રની કામગીરીથી ક્યાંકને ક્યાંક નાના ધંધાર્થીઓમાં કચવાટ જાેવા મળી રહ્યો છે સાથો સાથ લોકોમાં થી એક જ સૂર સાંભળવા મળ્યો કે આ કામગીરી કોડીનાર શહેરના તમામ ભાગોમાં થવી જાેઈએ માત્ર અમુક વિસ્તારમાં કામગીરી કરી અને તંત્રએ સંતોષ ન માનવો જાેઈએ તેવું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ત્યારે હવે તંત્રની કામગીરી ઉપર લોકોની મિટ મંડાઈ છે.

error: Content is protected !!