ભારત સરકારના ગૃહ મંત્રાલય અને રેલ્વે મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ સમયપત્રક મુજબ, આજે 18.10.2024 ના રોજ, રાજકોટ ડિવિઝન દ્વારા રાજકોટ સ્ટેશન યાર્ડ ખાતે “મેજર મોક ડ્રીલ એક્સરસાઇઝ” નું આયોજન કરવામાં આવ્યું હતું. એનડીઆરએફની ટીમ, જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ, જીઆરપી, ફાયર, તબીબી સેવાઓ અને અન્ય તમામ ઇમરજન્સી સેવાઓએ તેમાં ભાગ લીધો હતો. રાજકોટના સિનિયર ડિવિઝનલ સેફ્ટી ઓફિસર શ્રી આર.સી. મીણાના જણાવ્યા મુજબ, રાજકોટ મોક ડ્રીલ માટે જરૂરી અકસ્માત દ્રશ્ય તૈયાર કરવામાં આવ્યું હતું અને રેલ્વે કંટ્રોલ દ્વારા પ્રોટોકોલ મુજબ દરેકને “ઇમરજન્સી મેસેજ” આપવામાં આવ્યો હતો. જેમાં એક પેસેન્જર ટ્રેનનો અકસ્માત નોંધાયો હતો જેના કારણે કેટલાક મુસાફરો અને રેલવે ના મેન્ટેનન્સ સ્ટાફ ઘાયલ થયા હતા. તેમાં તમામ હિતધારકોની ભાગીદારી હતી અને દરેકે પ્રોટોકોલ મુજબ યોગદાન આપ્યું હતું. આ માટે NDRFની ટીમ વડોદરાથી મોકલવામાં આવી હતી. ડિવિઝનમાં સમય-સમય પર આ પ્રકારની મોકડ્રીલનું આયોજન કરવામાં આવે છે, જેમાં તમામ વિભાગોની તૈયારી જોવા મળે છે.