માંગરોળના નામ. પ્રિન્સી. સીવીલ જજ રેવન્યુ રેકર્ડમાં નામ હોય અને હક્ક મેળવવા વાદીઓએ દાવો કરેલ જે દાવો નામંજુર કરતો ચુકાદો આપેલ છે. આ કેસની હક્કિત એવા પ્રકારની છે કે, માંગરોળના રહીશ સાબીરાબેન દાઉદભાઈ જેઠવા વા/ઓ. હાસમભાઈ તાલીયાએ તેમના ભાઈઓના દિકરાઓ સામે પોતાનું રેવન્યુ રેકર્ડમાં એટલે કે ૭-૧ર, ૮-અ વિગેરેમાં નામ હોય અને પોતે દાઉદભાઈ જેઠવાની દિકરી હોય જેથી તેમનો મિલ્કતમાં હક્ક થતો હોય જેથી તેમણે મુસ્લીમ લો મુજબ હક્ક હિસ્સો મેળવવા અને કબ્જાે મળતા સુધી દરમ્યાન ઉપજ મેળવવા તેમના ભાઈઓના દિકરાઓ પાસે માંગરોળની સીમ સર્વે નં.પ૦૦/પૈકી-૧ હે.આરે.ચો.મી. ૧-૬૭-૯પ વાળી મિલ્કતમાંથી હક્ક હિસ્સો મેળવવા માટે દાવો સને ર૦૧૭ની સાલમાં દાખલ કરેલ. જે દાવાની પ્રતિવાદીઓને નોટિસ બજતા તેમને નામ. કોર્ટ સમક્ષ વાંધા જવાબ રજુ કરેલ અને દાવો ચાલી જઈ બંને પક્ષે પુરાવાઓ લેવાયેલ અને દસ્તાવેજાે રજુ કરવામાં આવેલ જેમાં વાદીના પિતા દાઉદભાઈનું અવસાન તા.૪-૧૧-૧૯૮૯ના રોજ થયેલ છે. ત્યારબાદ વાદીના પિતાની વારસાઈ તા.૩૧-૩-ર૦૦૪ના થયેલ તે વારસાઈ થયાને પણ ૧૩ વર્ષ જેવો સમય થયેલ અને ત્યારબાદ વાદીએ કયારેય ભાગની માંગણી કરેલ નહી. તેના પિતાના અવસાન બાદ ર૮ વર્ષ બાદ વાદીઓને દાવો લાવી ભાગની માંગણી કરેલ છે. આવી દલીલો પ્રતિવાદીના વકીલએ નામ. કોર્ટ સમક્ષ કરેલ કોર્ટે પ્રતિવાદીઓના વકીલ દલીલોને ધ્યાને લીધેલ અને ફકત રેવન્યુ રેકર્ડમાં નામ હોવાના લીધે વાદીયણ હક્ક હિસ્સો મેળવી શકે નહી વાદીઓના પિતાના ર૮ વર્ષ અવસાન બાદ વાદીયણે દાવો દાખલ કરેલ છે. ર૮ વર્ષ દરમ્યાન ક્યારેય વાદીયણ હક્ક હિસ્સાની માંગણી કરી દાવો લાવેલ નથી જેથી વાદીયણના દાવાને મુદ્દતનો બાધ નડતો હોય વાદીયણનો દાવો મુદત બહારનો હોવાથી માંગરોળના નામ. પ્રિન્સી. સીવીલ જજે વાદીયણનો દાવો તા.૩૦-૧૧-ર૦ર૪ના રોજ રદ(નામંજુર) કરેલ છે. પ્રતિવાદીઓના વકીલ તરીકે વાય.એસ. કરૂડ, ભાવેશ બી. રાખોલીયા, ઝેડ.એમ. શાખલા, અલ્ફેઝ વાય. કરૂડ રોકાયેલા હતા.