મહાનગરપાલિકા જૂનાગઢ હદ વિસ્તારમાં વિંઝોમ ઇન્ટરનેશનલ દ્વારા ચોબારી રોડ ઉપર કોઈ પણ જાતની પૂર્વ મંજૂરી વગર હોર્ડિંગ્સ બોર્ડ લગાડવામાં આવેલ છે. જે અન્વયે કમિશ્નર ડો.ઓમ પ્રકાશ(ૈંછજી)ના આદેશ અન્વયે નાયબ કમિશ્નર ડી.જે. જાડેજાની સુચનાથી આસી.કમિશ્નર(ટેક્સ) કે.જી.ટોલીયાના માર્ગદર્શન નીચે ટેક્સ સુપ્રીટેન્ડન્ટ મનોજ રૂપાપરાની ટીમ દ્વારા તા.૬-૨-૨૦૨૫ના રોજ રૂા.૧૦,૦૦૦/-નો દંડની વસૂલાત કરવામાં આવેલ અને આ હોર્ડિંગ્સ બોર્ડ પોતાના ખર્ચે જ ઉતારી લેવા તેમજ ભવિષ્યમાં આવી કોઈ ભૂલ ન થાય તેવી બાહેધરી પણ લેવામાં આવેલ છે. વધુમાં જણાવવાનું કે મહાનગરપાલિકા જૂનાગઢની કોઈ પણ જાતની પૂર્વ મંજૂરી વગર આવી પ્રવુતિ ન કરવા એક અખબાર યાદીમાં જણાવવામાં આવે છે.