જૂનાગઢમાં યુવાનો દ્વારા ચલાવવામાં આવતું “હ્યુમાનિટી ફર્સ્ટ એન.જી.ઓ”ના સભ્યો દ્વારા ઉનાળાની કાળજાળ ગરમી વચ્ચે દ્વારકા જનારા દ્વારકાધીશના પદયાત્રીઓ માટે સેવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હ્યુમાનિટી ફર્સ્ટ એનજીઓ દ્વારા પાણી, ઠંડા પીણા અને હળવા નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન દરમ્યાન અનેક લોકો સેવામાં જાેડાયા હતા.