બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ જૂનાગઢમાં “પંચ પ્રકલ્પ‘ ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી અંતર્ગત ક્વિઝ સ્પર્ધા યોજાઈ

0

બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ, જૂનાગઢ મુકામે કોલેજના આચાર્ય ડો. જે.આર. વાંઝાની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ ‘પંચ પ્રકલ્પ’ ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી અંતર્ગત ઓનલાઇન ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં કોલેજના ૨૦૦ વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોએ ભાગ લીધો હતો. આજે રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓના બહોળા ઉપયોગના કારણે માણસ અનેક બીમારીઓનો ભોગ બને છે. ત્યારે વિદ્યાર્થીઓ પ્રાકૃતિક પધ્ધતિથી થતી ગૌ આધારિત ખેતીથી માહિતગાર થાય અને રસાયણયુક્ત ઝેરી ખાદ્ય પદાર્થોના સ્થાને શુદ્ધ અને સાત્વિક શાકભાજી,અનાજનું મહત્વ સમજી ખોરાકમાં તેનો ઉપયોગ કરતા થાય, એવા ઉમદા હેતુસર આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્વિઝ સ્પર્ધામાં બામણીયા હાર્દિક કુમાર કમલેશભાઈ પ્રથમ તથા ખરજ રોઝમીન બસિતભાઈ દ્વિતીય અને ભેટારીયા ડોલી નથુભાઈ તૃતીય ક્રમે વિજેતા થયા હતા. વિજેતા થનાર વિદ્યાર્થીઓને કોલેજના આચાર્ય ડૉ. જે. આર. વાંઝા, બહાઉદ્દીન સરકારી વિજ્ઞાન કોલેજના આચાર્ય ડો. આર.પી.ભટ્ટ, ડો. પી.વી.બારસિયા, પ્રા.બી.બી જાેશી, પ્રા.એ.પી મયાત્રાના હસ્તે શીલ્ડ અને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરોના બેફામ ઉપયોગના કારણે ખેતીની જમીન પ્રદૂષિત બની રહી છે. આવી પ્રદૂષિત જમીનમાં ઉગતા શાકભાજી અને અનાજનો ખોરાકમાં ઉપયોગ કરવાથી કેન્સર જેવા ગંભીર રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. આવા સમયે ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી જ આ સમસ્યાઓમાંથી મુક્તિનો એકમાત્ર ઉપાય બની રહે છે. આજના સમયે પ્રાકૃતિક ખેતી માનવ જીવન માટે ખૂબ લાભદાયી બની રહે છે. સમગ્ર સ્પર્ધાનું સંચાલન પંચ પ્રકલ્પ સમિતિ અધ્યક્ષ ડો.ચંદ્રકાંત એમ. વણકર દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાના આયોજનથી વિદ્યાર્થીઓ ખૂબ જ પ્રોત્સાહિત થયા હતા. સમગ્ર સ્ટાફગણ અને વિદ્યાર્થીઓના સહયોગથી કાર્યક્રમ સફળ રહ્યો હતો.

error: Content is protected !!