જૂનાગઢ જિલ્લા મહિલા આયોગ અને જીલ્લા પંચાયત જૂનાગઢના સહયોગથી આઈસીડીસી કચેરી દ્વારા માંગરોળ તાલુકાના કલ્યાણ ધામ (રહીજ) ખાતે મહિલા સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુંમરની અધ્યક્ષતામાં યોજાયું હતું. જેમાં તેમણે મહિલાઓને આર્ત્મનિભર બનવા અને સમાજમાં પુરૂષ સમોવડી બની પગભર બની આગળ વધવા માટે પ્રેરણા આપી હતી. તેમજ માતા-બાળકને આરોગ્ય માટે કાળજી લેવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ સંમેલનમાં મહિલાઓ માટે વિવિધ સરકારી યોજનાઓની માહિતી અને લાભ લેવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જયારે શીલ પીએસઆઈ શીતલબેન દ્વારા મહિલાઓની સુરક્ષા માટે પોલીસ અને કાયદાનો સલાહ લેવા અંગે જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ પ્રીતિબેન ડાભી, જિલ્લા પંચાયત સદસ્ય રામજી ચુડાસમા, નગરપાલિકા પ્રમુખ કૃષ્ણાબેન થાપણિયા, તાલુકા ભાજપ પ્રમુખ અરજણ આંત્રોલિયા, તાલુકા વિકાસ અધિકારી આર.વી.ઓડેદરા, આઈસીડીસી કચેરી સીડીપીઓ ઇલાબેન પરમાર, પ્રોગ્રામ ઓફિસર જૂનાગઢ વત્સલાબેન દવે અને આ મોટી સંખ્યામાં સ્થાનિક મહિલાઓ, આંગણવાડી કાર્યકરો અને સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા.