તારીખ ૨૦-૩-૨૦૨૫ને ગુરૂવારના રોજ પાણીધ્રા મુકામે જગત જનની જગદંબા આઈ શ્રી મોગલ માંના દિવ્ય દરબારમાં એમ.એન. કંપાણી આર્ટસ એન્ડ એ.કે. શાહ કોમર્સ કોલેજ માંગરોળના વહીવટી વિભાગના વડા મિહિરભાઈ વ્યાસનું પૂજ્ય આઈ શ્રી બેલી માના પાવન હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. મિહીરભાઈએ શ્રી શારદાગ્રામ સંસ્થા સંચાલિત ઉચ્ચ શિક્ષણની વિવિધ સંસ્થાઓમાં લગભગ ચાર દાયકા જેવા સુદીર્ઘ અવધિ સુધી અત્યંત પ્રામાણિકપણે પ્રશંસનીય સેવાઓ આપી સેવા નિવૃત્તિ તરફ આગળ વધી રહ્યા છે. મિહિરભાઈ વ્યાસએ પોતાની વ્યાવસાયિક સેવાઓની સાથે અનેકવિધ લોક સેવાના અને જાહેર સેવાના કર્યો કરી લોકોના દિલમાં આદરભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું છે. સેવાના ભેખધારી મીહિરભાઈનું સન્માન પૂજ્ય આઈ શ્રી બેલી માના પાવન હસ્તે થતાં ખૂબ આનંદ અને ગૌરવની ક્ષણો ઉભી થઈ હતી. પૂજ્ય આઈ શ્રી બેલીમાએ સન્માન પત્ર અને ઉષ્માવસ્ત્ર મિહિરભાઈના કર કમળમાં મૂકી સન્માન કર્યું હતું. આ પ્રસંગે કોલેજના પ્રોફેસર બિપિનસિંહ પરમાર, પ્રતિકભાઇ હિરવાણીયા, ચિરાગભાઈ ચુડાસમા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ રાષ્ટ્રીય વક્તા અને વિદ્વાન તરીકે જાણીતા બનેલા ચારણ શ્રેષ્ઠ યોગેશભાઈ બોક્ષાએ મિહિરભાઈને વિડીયો કોલ મારફત શુભેચ્છા -આશીર્વાદ પાઠવ્યા હતા. શ્રી શારદાગ્રામ સંસ્થાના નિયામક ભાવિનભાઈ ભટ્ટ અને કોલેજના પ્રિન્સિપાલ હમિરસિંહ ઝણકાટએ પણ શુભકામના પાઠવી હતી. પોતાનું ભાવભીનું ભક્તિભર્યા માહોલમાં ભવ્ય સ્વાગત- સન્માન થતાં મિહિરભાઈ વ્યાસે પાવનકારી આઈ શ્રી બેલી માં, રાજ કવિ યોગેશભાઈ બોક્ષા, પ્રોફેસર બિપિનસિંહ પરમાર તેમજ અજીતભાઈ ગઢવીનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.