ઊના પંથકમાં વિવિધ ગુનાઓ આચરેલ અસામાજિક તત્વો રીઢા ગુનેગારોની યાદી ૨૮ ઈસમોની યાદી બનાવો ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડાને આપેલ હતી. જેમાં પગલાં લેવા જૂનાગઢ રેન્જના આઇ.જી.પી., નિલેશભાઈ જાજડિયા અને જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાની સૂચનાથી જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી હતી. ગીર સોમનાથ જિલ્લાના લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પીઆઇ એ.બી. જાડેજા અને ઊનાના પોલીસ ઇન્સ્પેકટર મહેન્દ્રસિંહ એન.રાણા ઊના પોલીસ સ્ટેશનનો સ્ટાફ, પી.જી.વી.સી.એલ.નો સ્ટાફ ઊના શહેરના વિવિધ વિસ્તારો રહેતા અસામાજિક તત્વો અને રીઢા ગુનેગારો રહેણાક વિસ્તારમાં કોમ્બિંગ કરી રહેણાક મકાનના દસ્તાવેજાે, લાઈટ બીલ, નળ કનેકશનની ખરાઈ કરી જી.પી. એક્ટ ૧૩૫ના બે ગુનામાં હથિયારો ઝડપી તેમજ વાહનો ચેક કરી એમ.વી. એક્ટ(૨૦૭)ના ગુના નોંધી ૪ વાહનો ડીટેન કરેલ તેમજ પી.જી.વી.સી.એલ. ઇલેક્ટ્રિક સિટી કલમ ૧૨૬, ૧૩૫ મુજબ ત્રણ કેસ દાખલ કરી કાર્ય વાહી કરવામાં આવી હતી.