નવનિયુક્ત ગીર સોમનાથ જીલ્લા ભાજપનાં પ્રમુખ ડો.સંજયભાઈ પરમાર સાથે ઉના શહેર-તાલુકા ભાજપના સંગઠન ના હોદેદારો, ચુંટાયેલા પ્રતિનિધિઓ તથા આગેવાનો સાથેની પરિચય બેઠક ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડની વિશેષ ઉપસ્થિતિમાં ઉના નગરપાલિકા ભવન ખાતે યોજાયેલ હતી. ભારતીય જનતા પાર્ટીના વિચારધારા અને પરંપરા અનુસાર નવાં સંગઠન પ્રમુખ તરીકે વરણી થયાં બાદ દરેક તાલુકા તથા શહેરના હોદેદારો ચુંટાયેલા પ્રતિનિધિઓ તથા આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક યોજાઈ હતી. જે મુજબ આજની પરીચય બેઠકમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે સંગઠન વધું મજબૂત બને અને લોક મિજાજ પણ ભાજપાના પ્રચંડ સમર્થનમાં રહીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની વિકાસ લક્ષી કામગીરીનો લાભ છેવાડા નાગરિકો સુધી પહોચે તે માટે સક્રિય રહેવા કાર્યકરોને હાકલ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છેકે તાજેતરમા યોજાયેલ ઉના તાલુકા પંચાયતની ત્રણ બેઠકોની પેટા ચૂંટણીમાં ધારાસભ્ય કાળુભાઇ રાઠોડનાં વડપણ હેઠળ ભાજપા એ ભવ્ય વિજય પ્રાપ્ત કરીને ફરી એકવાર ભાજપાની સર્વોપરિતા સ્થાપી હતી. આ તકે ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ, પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠીયા, જીલ્લા ભાજપ ઉપપ્રમુખ રાજુભાઈ ડાભી, પ્રકાશભાઈ ટાંક, જીલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ હિતેશભાઈ ઓઝા, જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી વિનોદભાઈ બાંભણીયા, તાલુકા ભાજપ પ્રમુખ હિરેનભાઈ બાંભણીયા, શહેર ભાજપ પ્રમુખ મનીષભાઈ કારીયા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ મિતેશભાઈ શાહ, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ ચૌહાણ, નગરપાલિકાના પ્રમુખ પરેશભાઈ બાંભણીયા, ઉના તાલુકા પંચાયતના પ્રમુખ એભાભાઈ મકવાણા સહિતના આગેવાનો, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત નગરપાલીકાના ચૂંટાયેલા સદસ્યઓ, વિવિધ મોરચાના સંગઠનના હોદેદારો, દરેક ગામના સરપંચઓ, બુથ પ્રમુખઓ, તેમજ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.