હાલ રમઝાનનો પવિત્ર માસ ચાલી રહેલ છે. વિશ્વના મુસ્લિમ બિરાદરો રોઝા, નમાઝ કરી ખુદાની બંદગી કરી રહ્યા છે ત્યારે જૂનાગઢ મહાનગરના સેંજના ઓટા પાસે આવેલ “ભરતું હરિ” એપાર્ટમેન્ટ ખાતે રહેતા ઇમ્તિયાઝભાઈ શેખ અને માતા રોઝીનાબેન શેખના ત્રણ વર્ષના નાના એવા સુપુત્ર અબ્દુલ કાદિરે રમઝાન માસનો હરણી રોઝો એટલે કે ૨૭મું રોઝો રાખી ખુદાની બંદગી કરી હતી. નાના એવા બાળ રોઝેદારે આ તકે ભારત દેશમાં કોમી એખલાસ, શાંતિ જળવાઈ રહે અને દેશ પ્રગતિના પંથો સર કરે તેવી દુઆ કરી હતી.