ગીર-સોમનાથમાં એક સગીરા ઉપર બળાત્કાર કરવામાં આવ્યો હોવાનો બનાવ બહાર આવતા ચકચાર મચી છે. ઘરકામ કરવા આવેલી સગીરા પર નરાધમે બળજબરીથી બળાત્કાર ગુજાર્યા હતો. દરમ્યાન સગીરાને છ માસનો ગર્ભ રહી જતા મામલો બહાર આવ્યો હતો. સગીરાના પાડોશમાં જ રહેતા ઇસમે કુકર્મ આચર્યું હતું. દરમ્યાન આરોપી ઇસમ વિરૂધ્ધ પ્રભાસ-પાટણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે પોસ્કો અને બીએનએસની કલમો અંતર્ગત ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.