જૂનાગઢમાં ગિરિરાજ મેઇન રોડ ઉપર આવેલ નટરાજ એપાર્ટમેન્ટમાં રહેતા ૬૩ વર્ષીય દિપકભાઇ કનુભાઇ ઠાકર પાસેથી તેની ટીંબાવાડી રોડ ઉપર આવેલ જમીન પડાવી લેવા ગઈ તારીખ ૧૨ ફેબ્રુઆરીના રોજ શહેરમાં બસ સ્ટેશન પાસે આવેલ નહેરૂ પાર્ક સોસાયટીમાં રહેતા સંજય કોડવાલાના ઘરે બોલાવ્યા હતા. જ્યાં સંજય, રણમલ કોડવાલા, સુભાષ અને પુંજા મેરએ ધમકી આપી હતી અને સંજય, રણમલ કોડવાલાએ થપ્પડ મારી વૃધ્ધને ગોંધી રાખ્યા હતા. જ્યારે સંજય ડોસાએ ફોન ઉપર જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ દીપકભાઈ ઠાકરે ગઈ તારીખ ૨૭ માર્ચના રોજ કરી હતી. બી ડિવિઝનના પીઆઈ એ. બી. ગોહિલે તપાસ હાથ ધરી આરોપી સંજય ડોસા કોડીયાતરની બુધવારે ધરપકડ કરી હતી સાંજે પોલીસે ગુનાની જગ્યા નેહરૂ પાર્ક સોસાયટી અમી એન્કલેવ એપાર્ટમેન્ટ થઈ ઝાંસીની રાણીની પ્રતિમાથી પેટ્રોલ પમ્પ સુધી આરોપીને ચલાવી ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરાવી પૂછપરછ હાથ ધરી હતી. વધુમાં આરોપી સંજય ડોસા કોડીયાતરની બુધવારે ધરપકડ કર્યા બાદ તેને ગુનાની જગ્યાએ પોલીસ લઇ ગઇ હતી.