જૂનાગઢ પોલીસે મોબાઈલ ચોરીના કેસમાં બે આરોપીઓને ઝડપી લીધા છે. પોલીસે આરોપીઓ પાસેથી રેડમી કંપનીનો પજી એન્ડ્રોઇડ મોબાઇલ કબજે કર્યો છે. પકડાયેલા આરોપીઓમાં એજાજ ઇસ્માઇલસા રફાઇ(રહે. જૂનાગઢ તારબંગ્લા) અને ફરહાન અલ્તાફભાઇ શેખ (રહે. જૂનાગઢ રેલ્વે સ્ટેશન)નો સમાવેશ થાય છે. મુખ્ય આરોપી એજાજની સામે અગાઉ ૧૪ જેટલા ગુનાઓ નોંધાયેલા છે. આ કેસમાં પોલીસે સીસીટીવી ફૂટેજ અને નેત્રમ શાખાના કેમેરાની મદદથી તપાસ કરી હતી. દરમ્યાન બાતમીના આધારે પોલીસે ગાંધીચોક વિસ્તારમાંથી બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ સમગ્ર ઓપરેશન પોલીસ મહાનિરીક્ષક નિલેશ ઝાંઝડીયા અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું. બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એ.બી. ગોહિલની ટીમે આ સફળ કામગીરી કરી છે.