ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી હોવાની વાતો પોકળ !! બગવદર જીઈબીમાં કામ કરતી મહિલાને પાડાવદર ગામે જાહેરમાં ઢસડી માર મરાયો

0

હુમલાખોરને કડક સજા કરવા ઉચ્ચ કક્ષાએ રજુઆત

એક તરફ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખુબ સારી હોવાના ગૃહ વિભાગ દ્વારા બણગા ફુકવામાં આવે છે. જયારે બીજી તરફ બહેન-દિકરી પણ સલામત નથી તે બગવદર જીઈબીમાં કામ કરતી બહેન જાગૃતિબેન મનિષકુમાર મોણને પાડાવદર ગામે જાહેરમાં ઢસડી માર મારવામાં આવતા ગૃહ વિભાગની વાત પોકળ સાબીત થાય છે.(સરપંચ દ્વારા માર મારવામાં આવ્યો હતો.) આમ સામાન્ય જનતાની વાત તો બાજુએ રહી પણ સરકારી કર્મચારીને માર મારવામાં આવેલ છે છતાં પણ આ દિકરીને મારનાર તત્વોની જ પોલીસ લાજ કાઢતી હોય તેવું લાગી રહેલ છે. દિકરીના લીગામેન્ટ તુટી જતા અત્યારે દિકરી રાજકોટ સારવાર લઈ પોતાના ઘરે ડોકટરની સલાહ મુજબ આરામ કરી રહેલ છે છતાં દિકરીને ઘરે પણ શાંતિથી આરામ કરવા દેતા નથી. ફોન ઉપર ફોન કરી સામે વાળા સમાધાન કરવા દબાણ કરી રહેલ છે અને બીવડાવવામાં આવી રહેલ છે કે સામેવાળા ખુબ ભયંકર પ્રકૃતિના માણસો છે, તાત્કાલીક સમાધાન કરી લો નહીતર તમારૂ જીવતર ઝેર કરી દેવામાં આવશે અને હદ તો ત્યારે આવે છે કે જે જીઈબી માટે દિકરી કનેકશન કાપવા ગઈ હતી તેના કારણે દિકરીએ માર ખાધો તે જીઈબીના અધિકારીઓ પણ આ દિકરીને સામે વાળાને મળવા દબાણ કરી રહેલ છે. દિકરીએ પોતાના ઘરે કોઈને લઈ આવવા અધીકારીને ના પાડતા અધીકારી દ્વારા દિકરી ચાલી શકતી ન હોય તો પણ ઓફિસે બોલાવી સામે વાળાને મળવા દબાણ કરવામાં આવતા ચોર કોટવાળને દંડે તેવી હાલત થઈ છે. આમ સરકાર માટે માર ખાઈ બહાદુરી બતાડનાર દિકરીને સલામતી મળે તે બાબતે ડીઆઈજી, સ્ટેટ વિજીલન્સ સ્ક્વોડના વડા નિર્લપ્ત રાય અને ગૃહ વિભાગ દ્વારા પગલા ભરવામાં આવે અને દિકરીને ન્યાય મળે હુમલો કરનારાઓના સરઘસ કાઢી કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

error: Content is protected !!