ગિરનાર શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે ચૈત્રી નવરાત્રીના આઠમના હવન સાથે મહાપ્રસગનું પણ અનેરૂ આયોજન અને અનુષ્ઠાનની પૂર્ણાહુતિ ધારાસભ્ય સંજય કોરડીયા પરિવારની પ્રેરક ઉપસ્થિતિમાં યજ્ઞ સંપન્ન થયો હતો. જૂનાગઢ ગીરીવર ગિરનારની ટોચ ઉપર બિરાજમાન જગતજનની માં અંબાની શક્તિપીઠ અંબાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રીના પાવન દિવસોમાં આઠમ યાને કે હવન અષ્ટમીનો યજ્ઞ મંદિર પરિસર ખાતે યોજાયો હતો. જેમાં બ્રાહ્મણો દ્વારા મંદિર ખાતે માતાજીનો હવન અને શ્રી સૂક્તના પાઠ બપોરે મહા આરતી બાદ મહા પ્રસાદ સાથે માતાજીના નવરાત્રી અનુષ્ઠાનની પૂર્ણાહુતિ કરાઈ હતી. આ પ્રસંગે જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા પરિવાર સાથે માતાજીના દર્શન પૂજન અને હવનમાં સહભાગી થયા હતા અને માતાજીના પુરા ભાવ સાથે દર્શન કર્યા હતા અને માતાજીના આશીર્વાદ લીધા હતા અને મંદિર ટ્રસ્ટ વતી પૂજારીઓએ સંજયભાઈને માતાજીની ચુંદડી ઓઢાળી સન્માન કરાયું હતું.