પ્રભુ શ્રીરામના પ્રાગટ્ય દિવસ તથા ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર અધ્યક્ષ ગૌરવભાઈ રૂપારેલીયાના માર્ગદર્શન હેઠળ અને સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, મેયર ધર્મેશભાઈ પોસીયા, મહાનગરપાલિકાના પદાધિકારીઓ સંગઠનના હોદેદારો, કાર્યકરો, આગેવાનો, કોર્પોરેટરોની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર યુવા મોરચા તથા મહિલા મોરચા દ્વારા ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર ડોકટર સેલ તથા ડો. શૈલેષ બારમેડાના સહયોગથી તારીખ ૬-૪-૨૦૨૫ રવિવારે સવારે ૯ થી બપોરના ૧ વાગ્યા સુધી આઝાદ ચોક ખાતે આવેલ રેડક્રોસ બિલ્ડિંગમાં જૂનાગઢ ખાતે જનરલ મેડિકલ કેમ્પનું આયોજન કરેલ છે. જેમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા તથા મહિલા મોરચા દ્વારા જૂનાગઢ શહેરના દરેક નગરવાસીઓને ફ્રી કેમ્પમાં ભાગ લેવા વિનંતી કરવામાં આવી છે તો આ મેડિકલ કેમ્પનો દરેક નગરજનો લાભ લેશો. આ કેમ્પમાં લાભ લેવા માટે દરેક નગરજનોએ એક રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે જે માટે યુવા મોરચાના ભૌમિકભાઈ પંડયાના મોબાઈલ નંબર ૯૪૦૮૩૩૫૮૩૦ ઉપર અગાઉ રજીસ્ટ્રેશન પણ કરવી લેશો તેમ મીડિયા વિભાગના સંજય પંડયાની યાદી જણાવે છે.