ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર પ્રભુ શ્રી રામ જન્મોત્સવ તથા ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે યુવા મોરચા મહિલા મોરચા તથા ડોક્ટરના સેલના સયુંકત ઉપક્રમે રેડક્રોસ આઝાદ ચોક જૂનાગઢ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, પ્રદેશ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ પ્રશાંતભાઈ કોરાટ, મેયર ધર્મેશભાઈ પોશીયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, સ્ટેડીગ કમિટી ચેરપર્સન પલ્લવીબેન ઠાકર, શાસક પક્ષ નેતા મનનભાઈ અભાણી, દંડક કલ્પેશભાઈ અજવાણી, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ, પૂર્વ પ્રમુખ પુનિતભાઈ શર્મા, મીડિયા કન્વીનર સુરેશભાઈ પાનસુરીયા, કોર્પોરેટર સંજયભાઈ મણવર, આદ્યશક્તિબેન મજમુદાર, વિનસભાઈ હદવાણી, ચેતનભાઇ ગજેરા, પુંજાભાઈ સિસોદિયા, ચંદ્રિકાબેન રાખસીયા, પરાગભાઈ રાઠોડ, સોનલબેન પનારા, ભાવનાબેન વ્યાસ, યોગીભાઈ પઢીયાર, ભરતભાઈ બાલસ, વોર્ડ પ્રમુખ, મહામંત્રી, યુવા મોરચાના કાર્યકર્તાઓ, મહિલા મોરચાના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ મેડિકલ કેમ્પમાં ડો. શૈલેષ બારમેડાના માર્ગદર્શન હેઠળ ડો. પરેશ પરસાણિયા, ડો. ભરત ઝાલાવાડિયા, ડો. નિરૂબેન પટોળિયા, ડો. અક્ષય અંબાસણા, ડો. પ્રહલાદ અગ્રાવત, ડો. આનંદ પાંડે તથા ડો. સિધ્ધાર્થ અગ્રવાતે સેવા આપી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે યુવા મોરચાના અભય રિબડીયા, ઋષિકેશ મર્થક, ભૌમિક પંડયા, મહિલા મોરચાના જ્યોતિબેન વાડોલીયા, શિતલબેન તન્ના, સુનિતાબેન સેવક, કૈલાશબેન વેગડા સહિત યુવા મોરચા અને મહિલા મોરચાના હોદેદારો કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી તેમ મીડિયા વિભાગના સંજય પંડયાની યાદી જણાવે છે.