ઓછું ભણતર, વ્યસન, દહેજ પ્રથા અને અસમાનતા જેવા વિષયો પર સિંધી સમાજના પ્રતિબિંબરૂપ એક નાટક, કામ્યા ગોપલાણી દ્વારા લિખિત “સિંધી સમાજ જાે આયનો” રજૂ કરાયું
છેલ્લા ૨૬ વર્ષોથી “સિંધી સોશિયલ યુવા ગ્રુપ” દ્વારા ચેટીચાંદનો મેળો ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ ગ્રુપ દર વર્ષે સમાજ માટે કંઇક નવીન રજૂ કરવાનો પ્રયત્ન કરે છે. સિંધી સમાજના દેવતા ઝુલેલાલ ભગવાનના આશીર્વાદથી આ વર્ષે સિંધી સમાજનું નવું વર્ષ ભાટિયા બોર્ડિંગના મેદાનમાં સમગ્ર સિંધી સમાજે એકસાથે ઉજવ્યું હતું. આ વર્ષના મેળામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે સિંધી સમાજના પ્રતિબિંબરૂપ એક નાટક “સિંધી સમાજ જાે આયનો” પણ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં સિંધી સમાજમાં ફેલાયેલા અમુક પ્રકારના ખોટા રીતિ રિવાજાે સામે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. આઝાદી પછી સિંધી સમાજે ઘણી પ્રગતિ કરી છે. સિંધી સમાજના ખોરાક, વસ્ત્રો અને વ્યવસાયની ઘણા લોકો પ્રશંસા કરે છે, પરંતુ આ સમાજમાં અમુક એવી વાતો છે જેમાં સુધાર લાવવો હવે આવશ્યક બન્યો છે. જેમ કે ઓછું ભણતર, વ્યસન, દહેજ પ્રથા અને અસમાનતા. આ તમામ પડકારો વિષેની વાત કરીને સમગ્ર સમાજને જાગૃત કરવા માટે આ નાટકનું આયોજન “સિંધી સોશિયલ યુવા ગ્રુપ” દ્વારા કરવામાં આવ્યું હતું. નાટકમાં સિંધી સમાજના બાળકો મહેર આસવાણી, ડોલી બજાજ, નિમિષા દુબે, નેહા મોહીનાણી, શ્લોક આહુજા, નીલ ઠાકુર, તનીષા ગોપલાણી, જીયા સુંદરાણી, શેફાલી તન્ના, અક્ષરા નથવાણી, ગુનગુન વાધવા દ્વારા અદભૂત પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ નાટકનું લેખન અને દિગ્દર્શન કામ્યા ગોપલાણી દ્વારા કરવામાં આવ્યું હતું. નાટકની ભજવણી અંગે નેન્સીબેન આસવાણીએ સહાયક દિગ્દર્શક અને મેનેજમેન્ટ કોઓર્ડિનેટર તરીકેની ભૂમિકા ભજવી હતી. સમગ્ર નાટકને નયનભાઈ રાઠોડના “એચ.આર મ્યુઝિક” સ્ટુડિયો ખાતે રેકોર્ડ કરવામાં આવ્યું હતું. હરેશભાઈ તુરી દ્વારા કલાકારોને તેમના પાત્રને યોગ્ય મેકઅપ કરવામાં આવ્યો હતો. સમગ્ર નાટકની સફળતા માટે સિંધી સોશિયલ યુવા ગ્રુપના પ્રમુખ/કોર્પોરેટર સુનીલભાઈ ટેકવાણી, ઉપપ્રમુખ સોનુભાઈ આહુજા, મંત્રી રાજુભાઈ ઉદાણી, ખજાનચી ચંદ્રેશ લોંગાણી, હરેશભાઈ વાધવાણી, નરેશભાઈ ભગતાણી, જીતુભાઈ ગોપલાણી, પરેશભાઈ મુલવાણી, શંકરભાઇ વસીયાણી, રજનીશ ટોપનદાસાણી, જીતુભાઈ રોય, ચંદ્રેશભાઈ ટેકવાણી ,અંકિતભાઈ રોહરા, મહેન્દ્રભાઇ વાધવાણી, રાજેશભાઈ પોપટાણી, ભરતભાઈ વંજાણી, દિનેશભાઈ જગવાણી, રમેશભાઈ મામતાણી, હરેશભાઈ ભારાણી, મહેશભાઈ વધીયા, દીપકભાઈ છાબરીયા, સુરેશભાઈ ભંભાણી, રાજુભાઈ અડવાણી, રાજુભાઈ દરીયાનાણી, અનુપભાઇ ટેકવાણી, કમલભાઈ વજીરાણી, પ્રેમભાઈ તારવાણી, રાજુભાઈ મેંઘાણી, મહેશભાઇ છાબરીયા, વિજયભાઈ કુકરેજા સહિત ગ્રુપના તમામ સભ્યોએ જહેમત ઉઠાવી હતી. આ સાથે કાર્યક્રમમાં કે. કે ડાન્સ એકેડમીનાં શિક્ષકો ખુશ્બુ ચંદાણી અને ખ્યાતિ ચંદાણી દ્વારા તૈયાર કરવામાં આવેલા વિવિધ નૃત્યો બાળકો દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. જેમાં મુખ્યત્વે રાધા કૃષ્ણની છબી, મહિષાસુર વધ, સિંધી સંસ્કૃતિને ઉજાગર કરતા નૃત્યો તથા ગીતો સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તમામ બાળકો તેમજ નાટકના લેખકને રોકડ પુરસ્કાર તથા અન્ય ગિફ્ટ્સ આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ભાવિકોએ ઉપસ્થિત રહીને મહાપ્રસાદ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે “સિંધી સોશિયલ યુવા ગ્રુપ” દ્વારા બ્લડ કેમ્પ, મેડિકલ સહાય, યાત્રા સ્વાગત અને પ્રસાદ, સામાજિક સંસ્થાઓને વિવિધ પ્રકારની સહાય, બાળકોને વિવિધ કાર્યો માટે પ્રોત્સાહિત કરવા જેવા કે પુસ્તક સહાય, સરસ્વતી સન્માન, જરૂરિયાતમંદ પરિવારોને વિધ્યા સહાય વગેરે કાર્યો કરવામાં આવે છે તથા ગુરુનાનક જયંતી તેમજ અન્ય તહેવારો પણ ઉજવવામાં આવે છે.