રામનવમી ઉત્સવ નિમિત્તે શ્રીજીની વિશેષ આરતી બપોરે ૧૨ કલાકે થશે

યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ જગત મંદિર અગામી તા.૬/૪ રવિવારે રામનવમી ઉત્સવ ઉજવાશે. દ્વારકાધીશ જગત મંદિરે અગામી તારીખ ૬ રવિવારના માહે ચૈત્ર સુદ ૦૯(નોમ) ના દિવસે રામનવમી ઉત્સવ હોવાથી શ્રી દ્વારકાધીશ મંદિરનામાં શ્રીજીના દર્શનના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ શ્રીજીની મંગલા આરતી ૬:૩૦ કલાકે થશે. ત્યાર બાદ સવાર ૮ થી ૯ એક કલાક સુધી મંદિર (બંધ)અનોસર રહેશે. શ્રીજીના શ્રુંગાર દર્શન સવારે ૯:૦૦ થી ૧૦:૩૦ કલાકે થશે. શ્રીજીની શ્રુંગાર આરતી સવારે ૧૦:૦૦ કલાકે થશે. સવારે ૧૦:૩૦ થી ૧૨:૦૦ સુધી શ્રીજી ના દર્શન બંધ રહેશે. ઠાકોરજીની રામનવમી ઉત્સવ નિમીતે વિશેષ આરતી બપોરે ૧૨:૦૦ કલાકે થશે. ત્યારબાદ ઉત્સવ દર્શન બપોરે ૧૨ થી ૧:૩૦ વાગ્યા સુધી થશે. બપોરે ૧:૩૦ થી સાંજે ૫:૦૦ કલાક સુધી (મંદિર બંધ) રહેશે શ્રીજી નો સાંજનો ક્રમ નિત્ય મુજબ રહેશે. વહીવટદાર દ્વારકાધીશ મંદિરની યાદીમાં જણાવ્યું છે.