કોમી એકતા રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા હિન્દુ-મુસ્લિમ ભાઈઓને અરસ પરસ મુબારક બાદ પાઠવી
જૂનાગઢ મહાનગર ઈદુલ ફિત્રના પાવન અવસર ઉપર શહેરની અલગ-અલગ મસ્જિદોમાં ઇદની વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી. જ્યારે શહેર મુખ્ય ઇદગાહ મસ્જિદ ખાતે શહેરે ખતીબ અલી મોહમદ સાહેબે મુસ્લિમ સમાજના વિશાળ સમુદાયને નમાઝ અદા કરાવી દેશના સાર્વભોત્વની રક્ષા માટે દુઆ પ્રાથના કરતા દેશમાં ભાઈચારો કોમી એખલાસ જળવાઈ રહેવા દેશના સંવિધાનની રક્ષા હેતુ વિશેષ પ્રાર્થના કરી હતી. જ્યારે કોમી એકતા રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા ઇદગાહ મજીદ સરદાર બાગ ખાતે ઈદ મિલનનો કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં વરિષ્ઠ અગ્રણી બટુકભાઈ મકવાણા, શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ, નગર સેવક કેશુભાઈ ઓડેદરા, વી.ટી. સીડા, અયુબખાન દરબાર, વહાબભાઈ કુરેશી, અશરફભાઈ થઈમ, ડો. એમ.એમ. દોલકિયા, એચ.એ. સીડા, કાદરી બાપુ, ફિરોઝભાઈ શેખ, સોહેલ સિદ્દીકી, અબુલ હસન સિદ્દીકી સહિતના હાજરી આપી મુબારક બાદ પાઠવેલ હતી. આ તકે પોલીસ તંત્રએ સુંદર બંદોબસ્ત જાળવેલ જેમાં ડીવાયએસપી હિતેશ ધાંધલિયા, પીઆઈ વત્સલ સાવજ, પીઆઈ બી.બી. કોળી સહિતના જાેડાયા હતા.