શું વિશ્વની મહાસત્તાઓ દેશની ચારે દિશાના સરહદી રાષ્ટ્રોમાં અશાંતિ ઉભી કરાવી આપણી પરીક્ષા કરે છે ?

0

દેશની પૂર્વ દિશામાં બાંગ્લાદેશ પશ્ચિમમાં પાકિસ્તાન ઉતરમાં નેપાળ અને દક્ષિણમાં શ્રીલંકામાં છેલ્લા એક મહિનાથી સ્થાનિક પ્રજા સત્તાધારીઓ સામે વિરોધના બહાને તેમના દેશમાં અશાંતિ ફેલાવી રહ્યા હોય તેમ બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં તેમના આર્મી ચીફ સામે વિરોધી આંદોલન ચલાવી અશાંતિ ઉભી કરી રહ્યા છે. જ્યારે નેપાળમાં લોકશાહીના નામે શાસન ચલાવતા ચીન તરફી નેતાઓ સામે અગાઉના રાજાશાહીના સમર્થકો દ્વારા આંદોલન ચલાવી રહ્યા છે જ્યારે શ્રીલંકાની કંગાળ આર્થિક હાલત માટે ત્યાંના શાસકોના ભ્રષ્ટાચારને મુદ્દો બનાવી પ્રજા વિરોધ કરી અશાંતિ ફેલાવી રહ્યા છે. ત્યારે પ્રશ્ન તે થાય છે કે વર્ષ ૨૦૨૪નું વર્ષ વિશ્વની મહાસત્તાઓ માટે સત્તા મેળવવા માટેની સામાન્ય ચૂંટણીનું વર્ષ હતું અને અમેરિકા ફ્રાન્સ બ્રિટન અને યુરોપિયન યુનિયનના કાંઈક કેટલાય દેશોમાં સામાન્ય ચૂંટણી યોજાયેલ અને દરેક રાષ્ટ્રોમાં સતાધારી પક્ષની હાર અને તેમના વિરોધ પક્ષની જીત થતાં વિશ્વના જીઓપોલિટીક્સમાં આમૂલ ફેરફારો થવા લાગેલ. જ્યારે બીજી બાજુ મિડલ ઇસ્ટમાં ઈઝરાઈલ હમાસ અને નોર્થ ઇસ્ટમાં રશિયા યુક્રેન વચ્ચે ચાલુ થયેલ યુદ્ધ અને તેમાં આઉટ સાઇડર તરીકે આ યુદ્ધમાં જાેડાયેલ દેશોના સમર્થક દેશોની પ્રોક્ષી સંડોવણી એ પણ કાંઈક કેટલાય નવા રાજકીય સમીકરણો બનવા પામેલ. ત્યારે વિશ્વની મહાસત્તાઓના સંગઠનથી નહિ જાેડાયેલ નોન એલાઈન્સ તેવા કોમન વેલ્થ ઓફ નેશનના દેશોને હવે આ મહાસત્તાઓના નવા શાસકો દ્વારા અમેરિકાની વ્યાપાર માટેની પોલિસી અને ટેરિફ ટેક્ષના નામે વિશ્વમાં ટ્રેડ વોર છેડવાની ચાલતી તૈયારી વચ્ચે તેમના દ્વારા યેનકેન પ્રકારે કોમન વેલ્થ ઓફ નેશનના દેશોની પરીક્ષા લેવાની તૈયારીના ભાગરૂપે આપણા દેશની ચારે દિશાઓમાં રાહ રસ્તે કે સમુદ્રી રસ્તે સરહદોથી જાેડાયેલા આપણા દુશ્મન દેશોમાં છેલ્લા એક મહિનાથી ચાલુ થયેલ અશાંતિ શું આપણા દેશના વિકાસ અને વિશ્વની પાંચમી મહાસત્તા બનવા તરફની પ્રગતિની પરીક્ષા કરવા માટે કે તેમને રોકવા માટેની મોડ ઓપરેન્ડીના ભાગરૂપે નિર્માણ થવાના બદલે કરવામાં આવી રહ્યાની શક્યતા નકારી શકાતી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે પંદર દિવસ પહેલા અમેરિકા દ્વારા પોતાના નાગરિકો માટે કોઈપણ એશિયન દેશોના સરહદીય વિસ્તારોમાં ના જવાની એડવાઇઝરી બહાર પાડ્યા બાદ મિડલ ઇસ્ટમાં ઈઝરાઈલ પેલેસ્ટાઇન વચ્ચે થયેલ સીઝ ફાયરનો ઈઝરાઈલ દ્વારા ભંગ કરી ફરી ગાઝા ઉપર હુમલા ચાલુ કરવા, ઈરાન દ્વારા પરમાણુ હથિયારના પરીક્ષણની ચાલતી તૈયારી અને રશિયા દ્વારા સબમરીન દ્વારા પરમાણુ વિસ્ફોટ કરવાની પ્રેક્ટિસની ચાલતી તૈયારી વચ્ચે ગઈકાલે કેનેડા અમેરિકા દ્વારા આપણી વિદેશોમાં કાર્યરત જાસૂસી સંસ્થા રો(ઇછઉ) દ્વારા ખાલિસ્તની સમર્થકોના વિદેશમાં હત્યા કરવાનો મુદ્દો ઊભો કરી તેનો વિરોધ કરવામાં આવેલ અને આજ યુરોપિયન યુનિયનના દેશો દ્વારા પોતાના દેશવાસીઓને ૭૨ કલાક માટેનું રાશન પાણીનો સ્ટોક રાખવાની આપવામાં આવેલ એડવાઈઝારી આવતાં દિવસોમાં વિશ્વમાં કાંઈક નવા જૂની થવાની શક્યતાઓ દર્શાવતી હોવાનું પણ નકારી શકાતું નથી. ત્યારે વિશ્વને શાંતીનો સંદેશો આપનાર મહાત્મા ગાંધીનો આપણો દેશ ચારે દિશામાં પ્રવર્તતી અશાંતિ વચ્ચે શાંતી જાળવે છે કે તે પણ ઈંટનો જવાબ પત્થરથી આપવાની નીતિ અપનાવી પોતાના અશાંત પાડોશી દેશોમાં કાયમી શાંતી લાવવા વર્ષ ૧૯૭૧ જે સ્વ.ઇન્દિરા ગાંધી દ્વારા વિશ્વના દેશોની પરીક્ષા હિંમત પૂર્વક કરી બાંગ્લાદેશને આઝાદી અપાવેલ તેમ ફરીને કોઈ દેશની નવી ભૂગોળ તૈયાર કરે તો કોઈ આશ્ચર્યની વાત નહિ હોય.

error: Content is protected !!