બ્રાહ્મણો, વેપારીઓ, આગેવાનો દ્વારા આંદોલનના ભણકારા
દ્વારકાની ગુગળી બ્રાહ્મણની બ્રહ્મપુરીમાં સોમવારે સાંજે દ્વારકાના ગુગળી બ્રાહ્મણો સાથે સમસ્ત બ્રહ્મ સમાજ ઉપરાંત જુદી જુદી વેપારી સંસ્થાઓ તથા જુદી જુદી જ્ઞાતિના આગેવાનોની એક મહાસભા યોજાઈ હતી. આ મહાસભામાં તાજેતરમાં સ્વામિનારાયણ સંત દ્વારા ભગવાન દ્વારકાધીશ પ્રત્યે એક પુસ્તકમાં કરાયેલી ટિપ્પણી બાબતે અને દ્વારકાના ગુગલી બ્રાહ્મણો વિશે કરાયેલી ટિપ્પણી અંગે દ્વારકા શહેરમાં વ્યાપક વિરોધ વ્યક્ત થયાની ગંભીર બાબતને લઈને એક સપ્તાહ પહેલા દ્વારકાનો ગુગલી બ્રાહ્મણોએ દ્વારકા નગરમાં એક રેલી કાઢી વિરૂદ્ધ વ્યક્ત કર્યો હતો. દ્વારકાના પ્રાંત ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ ઉપરાંત પણ દ્વારકા સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામીને પણ આયોજનપત્ર પાઠવી અને યોગ્ય કરવા જણાવ્યું હતું. પરંતુ આ મુદ્દે લઈને હજુ સુધી કોઈ નક્કર પરિણામ ન આવતા ગઈકાલે સોમવારે દ્વારકાવાસીઓની મહાસભા બોલાવી સર્વે દ્વારકાવાસીઓ તથા સમસ્ત બ્રહ્મ સમાજ અને જુદા જુદા સમાજના જ્ઞાતિજનો એક ઠોસ આંદોલન કરવાનું આજે નક્કી કરનાર છે.