રાજ્યના ગૃહ વિભાગે જૂનાગઢ જીલ્લાના ૭ સહિત ર૬૧ આસિસ્ટનસબ ઈન્સ્પેક્ટરને પોલીસ સબ ઈન્સ્પેક્ટરનું પ્રમોશન આપવાની સાથે નિમણુંક પણ આપવામાં આવી હતી. ગુરૂવારે આ અંગેના ઓર્ડર જારી કરવામાં આવ્યા હતા. બઢતી મળવાથી પોલીસ પરિવારજનોમાં ખુશી વ્યાપી ગઈ હતી. જેમાં જૂનાગઢ જીલ્લામાંથી મકવાણા શિલ્પાબેન મનુભાઈને પ્રમોશન આપી રાજકોટ સીટીમાં, બાંટવા રામીબેન હાજાભાઈને જામનગર, મેવાડા અવિનાશભાઈ પરબતભાઈને મોરબી, વાળા પૃથ્વીરાજ જયેન્દ્રસિંહ ભાવનગર, ખાંભલા ધ્રુવ પુંજાભાઈને ભાવનગર અને ગરચર ભગવાનભાઈ નાથાભાઈને એએસઆઈમાંથી પીએસઆઈનું પ્રમોશન આપી ભાવનગર જીલ્લામાં મુકવામાં આવ્યા છે. જયારે જામનગરથી પરમાર ઉષાબા પ્રવિણસિંહ, રાજકોટ ગ્રામ્ય મકવાણા મલુબેન દેવાભાઈ, માઢક ધર્મિષ્ઠાબેન ચંદુભાઈ, રાજકોટ સીટીના ચાવડા ચેતનભાઈ મેણંદભાઈ, ખેર ધર્મેશભાઈ ભરતભાઈ, બાલાસરા ધર્મેશભાઈ વીરભાનુભાઈ અને ભાવનગરથી ઠાકર ગૌરવભાઈ કૌશીકભાઈ એએસઆઈમાંથી પીએસઆઈનું પ્રમોશન મેળવી જૂનાગઢ જીલ્લામાં મુકાયા છે. આમ જૂનાગઢ જીલ્લાના ૭ સહિત રાજયભરના ર૬૧ એએસઆઈને પીએસઆઈનું પ્રમોશન મળ્યું છે. જીલ્લાના વધુ ૪ પોલીસ ઈન્સ્પેક્ટરની અરસ પરસ બદલીનો હુકમ કરાયો હતો. ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક બી.યુ. જાડેજાએ બુધવારે ૪ પીઆઈની વહિવટી સરળતા માટે જાહેર હિતમાં આંતરિક ટ્રાન્સફરનો આદેશ જારી કર્યો હતો. જેમાં વિસાવદરના આર.એસ. પટેલને લીવ રિઝર્વમાં, તેમની જગ્યાએ વંથલીના વાય.બી. રાણાને વિસાવદર, મહિલા યુનિટના આર.બી. ગઢવીને ભેસાણ પોલીસ મથકમાં અને ભેસાણના લેડી પોલીસ ઈન્સ્પેકટર એફ.બી. ગગનીયાને મહિલા યુનિટમાં મુકવામાં આવ્યા હતા.