જૂનાગઢમાં જવાહર રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર કરોડો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે. જ્યાં સ્વયં ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વહસ્તે શ્રી રાધારમણદેવ-હરિકૃષ્ણમહારાજ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ શ્રી રણછોડરાય- ત્રિકમરાયની સ્થાપના કરી છે, મુખ્ય મંદિરે સનાતન હિન્દુ ધર્મના તમામ તહેવારોની ઉજવણી ખૂબ જ ભાવભેર ધામધૂમીથી થતી હોય છે અને હજારો હરિભક્તો ઉત્સવોમાં જાેડાતા હોય છે. આગામી ચૈત્ર સુદ-૯(રામનવમી) તા.૬-૪-૨૦૨૫ રવિવારના રોજ હિન્દુ જન સમાજના આરાધ્ય દેવ મર્યાદા પુરૂષોત્તમ પ્રભુ શ્રીરામનો પ્રાગટ્ય ઉત્સવ તેમજ કળિયુગમાં હજારો જીવાત્માના આંત્યંતિક કલ્યાણ માટે પૃથ્વી ઉપર અવતરેલા ભગવાન શ્રી સ્વામિનારાયણનો ૨૪૪(બસો ચુમાલ્લીસ)મો પ્રાગટ્ય ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે. જેમાં બપોરે ૧૨:૦૦ કલાકે ભગવાન શ્રી રામ જન્મોત્સવની પ્રાગટ્ય આરતી અને રાત્રે ૯ થી ૧૧ સુધી શ્રી ઘનશ્યામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે રાત્રે ૧૦.૧૦ કલાકે શ્રી ઘનશ્યામ જન્મોત્સવની આરતી થશે. પ.પૂ.સ.ગુ.કો.સ્વા. દેવનંદનદાસજીના આશીર્વાદથી જન્મોત્સવને ભવ્યતાથી ઉજવવા માટે સંતો-હરિભક્તોની ટીમ જહેમત ઉઠાવી રહી છે. આ ધર્મ ઉત્સવમાં પધારી દર્શન અને પ્રસાદ પ્રાપ્ત કરવા ચેરમેન કો.પી.પી સ્વામી અને મુખ્ય કોઠારી શા.સ્વામી પ્રેમસ્વરૂપદાસજીએ સૌને ખાસ લાભ લેવા અનુરોધ કર્યો છે તેવું પ્રફુલભાઈ કાપડિયાની યાદીમાં જણાવવાનું છે.