ઉનામાં પ્રભુ શ્રી રામ જન્મોત્સવના વધામણાં

0

ઉના શહેરમાં વર્ષો વરસથી સૌરાષ્ટ્રભરમાં પ્રથમ નંબરે આવતી શ્રી રામ નવમી શોભાયાત્રા આ વર્ષે પણ અતિ ભવ્યતા સાથે શ્રી રામ જન્મોત્સવનું આયોજન શ્રી રામ કૃષ્ણ જન્મોત્સવ સમિતિ, સમસ્ત હિંદુ સમાજ, વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદલ દ્વારા ખુબજ વિશાળ બજરંગી ભાઈઓ કાર્યકર્તા દ્વારા સમસ્ત ગામના તમામ લોકોના સાથ અને સહકારથી ઉજવાતી આ રામ જન્મોત્સવમાં તા.૨-૪-૨૦૨૫, બુધવારથી રામણા વાડીમાં સનાતન ધર્મના રામાયણના પાત્રો, ખુબજ આકર્ષણનું કેન્દ્ર એવા રામ સેતુ, લક્ષમણ ઝૂલા, જંગલના આહલાદક જીવંત દ્રષ્યો, સીતાહરણ, રામ હનુમાન મિલન, રામ રાવણ યુધ્ધ, અયોધ્યામાં બિરાજમાન રામ લલ્લા, અશોક વાટિકા, શબરીબાઈ, વનવાસ ગમન, રામેશ્વર, અયોધ્યા રામ મંદિર સાથે ત્રિકોણ બાગ ચોકમાં અત્યંત આકર્ષક સેલ્ફી પોઇન્ટ, પ્રભુ શ્રી રામજીની ૨૫ ફૂટ ઊંચી લાઇટિંગ મૂર્તિ, જાહેર રસ્તા ઉપર વિશાળ ગેટ સાથે દરેક લાઈટના પોલ પર ધજા, લાઇટિંગ અને ચારે દિશાઓમાં ભગવા રંગના વિશાળ તોરણો ઉના શહેરને ભગવા મય બનાવી પ્રભુ શ્રી રામના રંગે રંગાઈ ગયું હોય અને પ્રભુ શ્રી રામના જન્મને ઉજવવવા ઉના શહેરની ધર્મ પ્રેમી જનતાને આ વિશાળ સનાતની પ્રદર્શનીમાં સહ પરિવાર મિત્રોસાહિત પધારવા અને વિશાળ શોભાયાત્રા માં પધારી હિંદુ શક્તિને વિરાટ હિંદુ એકતાના સેવા કાર્યમાં ભાવ ભેર, ઉમંગ અને પુરા ઉત્સાહથી જાેડાવવા હાર્દીક આમંત્રણ છે. આ શ્રી રામ જન્મોત્સવની તડામાર તૈયારી વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ અને સમસ્ત હિંદુ સમાજના સેવાભાવી રામ ભક્તો દ્વારા છેલ્લા એક મહિનાથી રાત-દિવસ જાેયા વગર તનતોડ મહેનત કરી ઉના શહેરને અયોધ્યા ધામ બનાવી રહ્યા છે. આ રામ જન્મોત્સવ દરેક લોકોના સહયોગથી, જાહેર ફાળો, બેનર અને ધર્મ વીર દાતાઓના સહયોગથી આ દિવ્ય કાર્ય કરી રહ્યા છે.

error: Content is protected !!