જૂનાગઢ લો કોલેજમાં આબેહુબ કોર્ટ ઉભી કરવામાં આવી : કાયદાના વિધાર્થીઓનો અનોખો કાર્યક્રમ

0

કાયદાના વિધાર્થીઓએ ન્યાયાધીશ-સરકારી વકીલ-બચાવપક્ષના વકીલ-આરોપી-પક્ષકારો-દર્શકોની ભૂમિકા અદા કરી : કાયદાના વિધાર્થીઓને કોર્ટ કાર્યવાહીનુ જીવંત વિશેષ જ્ઞાન આપવા ચતુર્થ “મુટ કોર્ટ”નો કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન

જૂનાગઢ લો કોલેજમાં ગત તા.૨૯-૩-૨૦૨૫ના રોજ આબેહુબ કોર્ટ ઉભી કરવામાં આવી હતી. કાયદાના વિધાર્થીઓનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો. કાયદાના વિધાર્થીઓએ ન્યાયાધીશ-સરકારી વકીલ-બચાવપક્ષના વકીલ-આરોપી-પક્ષકારો-દર્શકોની ભૂમિકા અદા કરી હતી. કાયદાના વિધાર્થીઓને કોર્ટ કાર્યવાહીનુ જીવંત વિશેષ જ્ઞાન આપવા સોરઠની ૫૬ વર્ષ જૂની પ્રતિષ્ઠીત જૂનાગઢ લો કોલેજમાં સંસ્થાના ચેરમેન સુરેશભાઈ વેકરીયાના માર્ગદર્શન તળે કાયદા વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ વચ્ચે કાયદાકીય ક્ષેત્રે અનિવાર્ય ‘ચતુર્થ નાનજીભાઈ વેકરીયા મેમોરિયલ મુટકોર્ટ‘ સ્પર્ધા યોજાઇ હતી. કાયદાનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સુપ્રિમ કોર્ટ, હાઇકોર્ટ, સેશન્સ કોર્ટ કે જયુડિશ્યલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટકલાસ કોર્ટમાં કેવી રીતે કેસ દાખલ કરવો, પુરાવો કેવી લઇ શકાય, કઇ રીતે તર્કસંગત દલીલ કરવી તેનું પ્રાયોગિક નિદર્શન કરી ૧૬૦થી વધુ વિદ્યાર્થીઓએ પોતાની વિશિષ્ટ પ્રતિભાઓ પ્રસ્તુત કરી હતી. સૌરાષ્ટ્રની સૌથી જુની સરકારી ગ્રાન્ટેડ લો કોલેજ જૂનાગઢ દ્વારા આયોજિત મુટકોર્ટ સ્પર્ધામાં ૧૧ ટીમોએ ભાગ લીધો હતો. આ ટીમો દ્વારા ફોજદારી ન્યાયિક પ્રક્રિયા, દિવાની ન્યાયિક પધ્ધતિ, ફોજદારી પરચુરણ અરજી, વડી અદાલતમાં થતી જાહેર હિતની અરજી, બાળ અપરાધ ન્યાય પ્રણાલી, ટ્રીબ્યુનલ કોર્ટ કાર્યવાહી સહિતના વિષયોની મુટકોર્ટમા રજૂઆત કરી હતી. આ તકે કોલેજના પ્રિન્સિપાલ ડો. પરવેઝ બ્લોચ દ્વારા ભાવિ વકિલોને દેશની ન્યાયિક પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપ્યું હતું તેમજ મુટકોર્ટ કરવાથી ભાવિ વકિલોને થતાં ફાયદા અંગે વિસ્તૃત માહિતી આપી હતી. એલએલ.એમ.ના વડા ડો. નિરંજનાબેન મહેતાએ પણ કોર્ટ પ્રોસેસની સમજ આપી હતી. નિર્ણાયક તરીકે ઉપસ્થિત ડો. કલ્પનાબેન રાઠોડ અને ડો. સંજય ધાનાણીએ પણ વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. મુટકોર્ટમા કાયદાકીય આંટીઘૂંટીનુ શ્રેષ્ઠ રીતે તર્કસંગત દલીલો રજૂ કરનાર ઉત્સવ વાઝાની ટીમને પ્રથમ, કૃણાલ સોલંકીની ટીમને દ્વિતીય અને મોનિકા વાઘેલાની ટીમને તૃતીય સ્થાન સ્પર્ધાના નિર્ણાયકોએ આપી પારિતોષિક-મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. “મુટ કોર્ટ” કાર્યક્રમને સફળ બનાવવા કોલેજના પ્રિન્સિપાલ,પ્રોફેસરો તથા કર્મચારી પિયુષભાઈ ચૌહાણ, કૌશલભાઇ જાેટાણીયા સહિતના સ્ટાફગણની અથાગ જહેમતથી ચોથી “મુટ કોર્ટ”નો કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

error: Content is protected !!