જલારામ ભકિતધામમાં શહેર ભાજપ પ્રમુખ, મ્યુ.કો.ના નવનિયુકત હોદેદારો અને અન્ય મહાનુભાવોનો શાનદાર સન્માન સમારંભ યોજાયો

0


જૂનાગઢના ઝાંઝરડા ચોકડી સ્થિત જલારામભકિતમમાં ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પ્રો. પી.બી. ઉનડકટના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ પ્રમુખ તરીકે વરણી પામેલા ગૌરવભાઈ રૂપારેલીયા, જૂનાગઢ મ્યુ.કો. નવનિયુકત હોદેદારો ધર્મેશભાઈ પોશિયા-મેયર, આકાશભાઈ કટારા-ડે.મેયર, પલ્લવીબેન ઠાકર-ચેરમેન સ્થાયી સમિતિ, મનનભાઈ અભાણી-શાસક પક્ષના નેતા, કલ્પેશભાઈ અજવાણી-દંડક, વોર્ડ-૧૧ના કોર્પો૨ેટર દિવ્યાબેન પોપટ અને શહેર મહિલા પ્રમુખ-કોંગ્રેસ તરીકે વરણી પામેલા હેમાબેન રૂપારેલીયાનું ભારે દબદબાપૂર્વક શાનદાર સન્માન કર્યુ હતું. દરેકને શાલ ઓઢાડીને સન્માનપત્રો એનાયત કર્યા હતા. આ પ્રસંગે મહેન્દ્રભાઈ મશરૂ, ડોલરભાઈ કોટેચા, વસંતભાઈ રાજા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમારોહનું સરસ સંચાલન યતિનભાઈ કારીયાએ કર્યું હતું.

error: Content is protected !!