ઉત્તરાખંડના હરિદ્વાર ખાતે યોજાયેલ નેશનલ ચેમ્પિયનશીપમાં જૂનાગઢ કાલરીયા સ્કૂલના વિદ્યાર્થીએ સ્કેટીંગમાં દેશમાં પ્રથમ સ્થાન મેળવતા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા સન્માન કર્યું

0


તાજેતરમાં ઉત્તરાખંડ ખાતે યોજાયેલ યુથ ગેઈમ ઓલ ઈન્ડિયા નેશનલ લેવલ સ્કેટીંગ ચેમ્પિયનશીપમાં જૂનાગઢનો વિદ્યાર્થી પ્રથમ ક્રમાંક સાથે ટ્રોફી અને બે ગોલ્ડમેડલ પ્રાપ્ત કરતા સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યુ હતું અને ભારત સરકારના મંત્રી મનસુખભાઈ માંડવીયા દ્વારા આ વિદ્યાર્થીનું સન્માનપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. ગત તા.૨૩ને રવિવારના રોજ હરિદ્વાર ખાતે યોજાયેલ નેશનલ લેવલ અંડર-૧૪ કેટેગરી ૧૦૦૦-૫૦૦ મીટર ઈનલાઈન સ્કેટીંગ સ્પર્ધામાં જૂનાગઢની આર.એસ. કાલરીયા પાયમરી સ્કૂલના અંગ્રેજી માધ્યમના ધો.૭ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઉર્વિક વિશાલભાઈ રાઠોડે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી બે ગોલ્ડમેડલ અને ટ્રોફી મેળવી રાજ્ય, જિલ્લા તેમજ સ્કૂલનું ગૌરવ વધાર્યુ છે. વિદ્યાર્થીની રાષ્ટ્રિય કક્ષાની આ સિદ્ધિને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાને જાણમાં આવતાં આજરોજ તેમના જૂનાગઢ મહાનગર ખાતેના પ્રવાસ દરમ્યાન જૂનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટી ગીરનાર કમલમ કાર્યાલય ખાતે આ વિધાર્થીને સન્માનપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢનાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરના પ્રમુખ ગૌરવભાઇ રૂપારેલિયા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, જીલ્લા પ્રમુખ ચંદુભાઈ મકવાણા, મહાનગર મહામંત્રી વિનુભાઈ ચાંદેગ્રા, મેયર ધર્મેશભાઈ પોશીયા, ડે. મેયર આકાશ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર, શાસકપક્ષના નેતા મનનભાઇ અભાણી, દંડક કલ્પેશભાઈ અજવાણી, જૂનાગઢ મહાનગર પ્રભારી મુકેશભાઇ દાસાણી, પ્રદેશ અગ્રણી પ્રદીપભાઈ ખીમાણી, પુર્વ પ્રમુખ પુનિતભાઇ શર્મા, કે.ડી. પંડ્યા, જી.પી. કાઠી, અમુભાઈ પાનસુરીયા, ગીરીશભાઈ કોટેચા, ર્નિભયભાઈ પુરોહિત, ચંદ્રેશભાઈ હેરમા, આદ્યશક્તિબેન મજમુદાર, ગીતાબેન પરમાર, હરેશભાઈ પરસાણા, મિડિયા વિભાગના સુરેશ પાનસુરીયા સંગઠનના હોદ્દેદારો કોર્પોરેટ સક્રિય સભ્યો, વોર્ડ પ્રમુખ, કાર્યકર્તાઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા તેમ મિડિયા વિભાગના સંજય પંડ્યાની યાદી જણાવે છે.

error: Content is protected !!