પાટોત્સવની પૂર્વ સંધ્યાએ ગુરુવારે રાત્રે ૧૦ વાગ્યે માતાજી સન્મુખ ગરબા

અમરેલી જિલ્લાના બગસરા ખાતે દલાલ ચોકમાં આવેલ બહુચર માતાજી મંદિરે તા. ૪એપ્રિલને શુક્રવારે ૨૧માે પાટોત્સવ, નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવની પૂર્વ સંધ્યાએ તા. આવતીકાલે ગુરુવારે રાત્રે ૧૦ વાગ્યે માતાજી સન્મુખ ગરબા યોજાશે.શુક્રવારે સવારે ૬ વાગ્યે દેહ પ્રાયશ્ચિત, ૮ વાગે ગૃહ શાંતિ, ૯ વાગ્યે ચંડીપાઠનુ હોમાત્મક, બપોરે ૧૨:૩૦ વાગ્યે યજ્ઞ પૂર્ણાહુતિ ત્યારબાદ મહાપ્રસાદ સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રવીણભાઈ અમૃતલાલ પારેખના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા તડામાર તૈયારીઓ હાથ ધરાઈ છે .માતાજીના પાટોત્સવ નિમિત્તે પારેખ પરિવારને મહોત્સવમાં સહભાગી બનવા યાદીમાં જણાવ્યું છે.