ભગવાન શ્રી જગન્નાથનું સૌથી પ્રાચીન અને પ્રસિદ્ધ મંદિર ઓરિસ્સાના પુરી શહેરમાં આવેલું છે જે સપ્તપુરીઓમાંનું એક માનવામાં આવે છે. તેથી આ સ્થાનને સનાતન ધર્મના ચાર ધામોમાંનું એક ગણવામાં આવે છે. જ્યાં ભારતની અને વિશ્વની સૌથી મોટી રથયાત્રાનું દર વર્ષની અષાઢી બીજનાં દિવસે આયોજન થાય છે જેમાં લાખો લોકો ભાગ લે છે. એવા ઓરિસ્સાપુરી ભગવાન શ્રી જગન્નાથ સૌથી પ્રાચીન અને પ્રસિદ્ધ મંદિરથી પધારેલ મંદિરના મુખ્ય પૂજારી સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે તા.૧૩-૦૪-૨૦૨૫ને રવિવારના રોજ દાદાના દર્શનાર્થે પધાર્યા હતા. તેમનું મંદિરના કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામી દ્વારા ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું. ભગવાન શ્રી જગન્નાથપુરી મંદિરના મુખ્ય પૂજારી દ્વારા ત્યાંની મહાપ્રસાદીભૂત ધજા લાવી અને ભારતવર્ષના ઇતિહાસમાં સૌપ્રથમવાર ભગવાન શ્રી જગન્નાથજીપૂરીની ધજા શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના મંદિરના બન્ને શીખરો ઉપર ધજા લહેરાવી હતી. તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામીને સાલ ઓઢાડી ભગવાન શ્રી જગન્નાથજીની શુભકામનાઓ પાઠવી હતી.