તીર્થભૂમિ પ્રાચી ખાતે આહીર ભવનનુ ખાતમુર્હુત કરવામાં આવ્યું

0

તીર્થ ભૂમિ પ્રાચી ખાતે અખિલ ગુજરાત આહીર સમાજના ભવનનું ખાતમુર્હુત સમાજના અગ્રણીઓ ભાઈઓ-બહેનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આહીર ભવન બન્યા બાદ સમગ્ર રાજ્યમાંથી પિતૃ મોક્ષાર્થે આવતા આહીર સમાજના લોકોને રહેવા માટે ઉત્તમ સુવિધા મળશે. આ આહીર ભવનના ૩૬ રૂમ સાથે વિશાળ કિચન અને વિશાળ હોલ સાથે રાધાકૃષ્ણ મંદિર અને યજ્ઞશાળા સહિત ૪૪૪૪ વારની જગ્યામાં આ ભવનનું નિર્માણ થશે. ખાતમુર્હુત પ્રસંગે હજારોની સંખ્યા આહીર સમાજ મહાનુભાવો અને અગ્રણી અને સમાજના લોકોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી લોઢવા કન્યા શાળાની દીકરીઓ અને મહાનુભવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. આ તકે ફોરમબેન અને કુલીનભાઈ સંપતનું લખમીબેનનું મોમેન્ટોથી સન્માન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડની ઉપસ્થિતિમાં માધવરાય ભગવાનના સાનિધ્યમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. માધવરાય ભગવાન મંદિરથી પ્રાચી બસ સ્ટેન્ડ સુધી સમાજના અગ્રણીઓ અને યુવાનો આ સફાઈ અભિયાનમાં જાેડાયા હતા. આ આ તકે ભગવાનભાઈ બારડ પ્રાચી તીર્થ ભૂમિને સ્વસ્થ રાખવા માટે લોકોને સંદેશ આપ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા સુત્રાપાડા, તાલાલા, વેરાવળ અને કોડીનાર તાલુકા આહીર યુવક મંડળ અને ટ્રસ્ટીઓએ ભારે જેહમત ઉઠાવી હતી.

error: Content is protected !!