
ચૈત્ર સુદ પૂનમના દિવસે જૂનાગઢ એસટી બસ સ્ટેન્ડ ખાતે બ્રહ્મ સમાજ તથા સાધુ સમાજ દ્વારા હનુમાનજી મહારાજની જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. બસ સ્ટેન્ડ ખાતે સવારથી હનુમાનજી મહારાજની પૂજા અર્ચના આરતી કરવામાં આવી હતી અને બસ સ્ટેન્ડ ખાતે આવતા જતા મુસાફરોને ગુંદી ગાંઠીયા શરબત પીરસવામાં આવ્યું હતું.