ઊના શહેર અને તાલુકાભરમાં રામ ભક્ત મહાવીર હનુમાનનો પ્રાગટય ઉત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવેલ હતો. ઊનાના સુર્ય મુખી હનુમાનજીના મંદિરે સવારે હનુમાનજીને શણગાર આરતી ત્યાર બાદ ૧૧કુંડી મારૂતિ યજ્ઞ જેમાં અગિયાર યજમાનોએ ભાગ લીધો હતો. બપોરે બીડા હોમ આરતી અને મહા પ્રસાદ યોજાયો હતો. તેમજ સાંજે સત્યનારાયણની કથા તેમજ હનુમાન ચાલીસાના પાઠ યોજાયા હતા. તેમજ તપોવન આશ્રમના હનુમાનજીના મંદિરે પૂજન આરતી, બપોરે મહા પ્રસાદ અને સાંજે ખીચડીની પ્રસાદી યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનોને પધારી લાભ લીધો હતો. તેમજ દેલવાડા ગામે બાલા હનુમાન મંદિરેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જે ગામના મુખ્ય માર્ગે ફરી મંદિરે પૂર્ણ થઈ હતી. બપોરના મહા પ્રસાદનો લાભ મોટી સંખ્યામાં લોકોએ લીધો હતો.