પ્રભાસ-પાટણ પીઆઈ એમ.વી. પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસે જુગાર અંગે દરોડો પાડી ૮ શખ્સોને કુલ મુદ્દામાલ રૂપીયા ૧૪૭૦૦ની રકમ સાથે ઝડપી જાહેરમાં જુગાર રમવા અંગે જુગારધારાની કલમ ૧ર મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. વિગત એમ છે કે, પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે જાણવા મળેલ કે મેઈન બજાર દિવાન શેરી પીપળાના થડ પાસે ઢોરા ઉપર ખુલ્લી જગ્યામાં જાહેરમાં અમુક ઈસમો ગંજીપત્તાથી રૂપીયા-પૈસાનો હારજીતનો તીનપત્તી રોન પોલીસનો જુગાર રમતા માલુમ પડેલ જેઓને ઝડપી પાના-પત્તા, રોકડ સહિત કુલ મુદ્દામાલ રૂપીયા ૧૪૭૦૦ કબ્જે કરી ૮ શખ્સો સામે જુગારધારાની કલમ ૧ર મુજબ પોલીસ ફરિયાદ દાખલ કરાયેલ છે. આ તમામ રહેવાસી પ્રભાસ-પાટણ મોટા કોલીવાડાના છે.