આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે PMJAY-માં યોજનાની ૧૨મી ગવર્નિગ બોડીની બેઠકમાં સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરાઇ

0

નવી શરૂ કરેલી હેલ્પ લાઇનમાં આવતી ફરિયાદોના ઝડપી નિકાલ કરવા મંત્રીની સુચના : યોજના સંલગ્ન માહિતી, જાણકારી મેળવવા હેલ્પલાઇન નંબર ૦૭૯- ૬૬૪૪૦૧૦૪માં ૩ મહિનામાં ૧૦ હજાર જેટલા કોલ આવ્યા : ગત્ વર્ષે આયુષ્માન યોજનામાં રૂા.૩૭૬૦ કરોડના ખર્ચે રાજ્યના દર્દીઓને સારવારના લાભ આપવામાં આવ્યા : એન્જીઓપ્લાસ્ટિમાં ઉપયોગમાં લેવાતાં સ્ટેન્ટના ભાવ માટેનો એઝિક્યુટીવ કમિટીનો ર્નિણય ગવર્નીંગ બોડીમાં હાલ મુલતવી રાખવામાં આવ્યો

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે PMJAY-માં યોજનાની ૧૨મી ગવર્નિંગ બોડીની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં યોજનાની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. ગત વર્ષે યોજના સંલગ્ન કરવામાં આવેલી કામગીરીનું રીવ્યું કર્યુ હતું તેમજ આ વર્ષની નવીન પોલિસી સંદર્ભેની નવી બાબતોની પણ ચર્ચા આ બેઠકમાં થઈ હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગત વર્ષની પોલિસીમાં રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારના દર્દીઓની સારવાર પાછળ આ યોજના હેઠળ રૂા.૩૭૬૦ કરોડનો ખર્ચ રાજ્ય સરકાર કરવામાં આવ્યો છે. ત્રણ મહિના પહેલા PMJAY-મા યોજના સંલગ્ન માહિતી અને જાણકારી મેળવવા તેમજ ફરિયાદ માટે શરૂ કરવામાં આવેલી હેલ્પલાઇન ૦૭૯-૬૬૪૪૦૧૦૪ માં ૧૦ હજાર જેટલા કોલ આવ્યા છે. જેમાંથી મોટાભાગના માહિતી અને જાણકારી મેળવવા માટેના હતા અને ફક્ત ૯૦૦ જેટલા કોલ ફરિયાદ સંબંધિત આવ્યાં હોવાનું મંત્રીએ જણાવ્યું હતું. PMJAY-મા યોજના અંતર્ગત સારવાર મેળવતા દર્દીઓ પાસેથી ફીડબેક મેળવવા માટે ૧૦૪ હેલ્પલાઇન કાર્યરત છે જેના અંતર્ગત હેલ્પ ડેસ્ક રીવ્યું કરતા ૯૯% જેટલા પ્રતિભાવો પોઝિટિવ મળ્યાં હતા. વધુમાં સીએમ ડેશબોર્ડ મારફતે પણ આ યોજનાનું રીવ્યું કરાય છે. જેમાં ૯૨% થી વધુ લોકો આ યોજનાથી ખુશ હોવાનું માલુ પડ્યું હતું. આ ગવર્નિંગ બોડીની બેઠકમાં નવી શરૂ કરેલી હેલ્પલાઇનમાં આવતી ફરિયાદોના ઝડપી નિવારણ માટે પણ સંબંધિત અધિકારીઓને સૂચના આપી હોવાનું મંત્રીએ જણાવ્યું છે. અન્ય મહત્વની જાણકારી આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, એન્જીઓપ્લાસ્ટિમાં ઉપયોગમાં લેવાતાં સ્ટેન્ટના ભાવ માટેનો એઝિક્યુટીવ કમિટીનો ર્નિણય ગવર્નીંગ બોડીમાં હાલ મુલતવી રાખવામાં આવ્યો છે. જેના વિગતવાર ચર્ચા વિચારણા કર્યા બાદ નવો ર્નિણય હાથ ધરાશે. હાલ નિયત કરેલી ૨૪૭૧ જેટલી હેલ્થ પ્રોસીઝરમાં નવીન મહત્વની પ્રોસિઝર ઉમેરવા માટેની શક્યતાઓની ચકાસણી કરી તે માટે ટુંક સમયમાં ર્નિણય લેવામાં આવનાર હોવાનું મંત્રીએ જણાવ્યું હતું.

error: Content is protected !!