ગીર સોમનાથના તાલાલા અને ગોરખમઢીમાં ગેરકાયદેસર રીતે ફટાકડાનો જથ્થો રાખી વેંચાણ કરવા બદલ રૂા.૪.૧૨ લાખનો માલ સીઝ કરાયો

0

અનધિકૃત રીતે એક્સપ્લોઝિવ વેચાણકર્તા સામે તંત્રની કડક કાર્યવાહીની ચકચાર

ગીર સોમનાથના ગોરખમઢી અને તાલાલામાં ફટાકડાના લાયસન્સ ધારકના બદલે અન્ય ઈસમો વેચાણ કરતા હોવાનું તેમજ ફાયર સેફટીનું પાલન ન કરતા હોવાનું તંત્રની તપાસમાં સામે આવતા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. ગીર સોમનાથ જીલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં સુત્રાપાડા મામલતદારની ટીમ દ્વારા ગોરખમઢી ગામના સર્વે નં.૮૮ પૈકીમાં આવેલી ચામુંડા એન્ટરપ્રાઇઝ નામના એક્સપ્લોઝિવ લાઈસન્સદારના બિલ્ડીંગ/ગોડાઉનની તપાસણી કરવામાં આવી હતી. આ તપાસણીમાં લાઈસન્સદાર દુદાભાઈ નથુભાઈ મેરના બદલે અનધિકૃત વ્યકતિ દેવદતભાઈ પ્રતાપ વાળા તથા મુકેશભાઈ વશરામ લીંબાની દ્વારા અનધિકૃત રીતે વેચાણ કરતા હોવાનુ જાણવા મળેલ તેમજ તેની વાણિજ્યિક પરવાનગી/ફાયર સેફ્ટી વગેરે પર્યાપ્ત ન હોવાના કારણોસર બે બિલ્ડીંગમાં આવેલા ૪ ગોડાઉન તેમજ તેમાં આવેલ એક્સપ્લોઝિવ સહિત (અંદાજિત રૂા.૨.૧૨ લાખના એક્સપ્લોઝિવ )નો જથ્થો સીઝ કરી સીલ કરવામાં આવ્યાં છે. તેનો કબજાે સુરક્ષિત રીતે સાચવવા હાલના કબજેદારોને સોંપી આપવામાં આવ્યો છે.
તાલાલામાં ફટાકડાનો જથ્થો સીઝ કરાયો
તાલાલા મામલતદારની ટીમ દ્વારા શહેરમાં મહાજન વંડી વાળી ગલીમાં આવેલ પંચવટી કોમ્પ્લેક્સની સામે આવેલ દુકાન નં.૫ ની તપાસણી કરવામાં આવી હતી. જેમાં લાયસન્સદાર જ્યેન્દ્ર તન્ના દ્વારા તેમને મંજુર થયેલ લાયસન્સ વાળી જગ્યાને બદલે અનઅધિકૃત રીતે ઉકત દુકાનમાં ફટાકડાનું વેચાણ કરતા હોવાનું જણાયેલ તેમજ તેની વાણિજ્યક પરવાનગી/ફાયર સેફટી વગેરે પર્યાપ્ત ન હોવાના કારણોસર દુકાનમાં આવેલ એક્સપલોઝીવ સહિત(અંદાજીત રૂા.૨ લાખનો એક્સપલોઝીવ/ફટાકડા) સિઝ કરી સીલ કરવામાં આવ્યા છે.

error: Content is protected !!