
ઓખા મંડળના બેટ દ્વારકા વિસ્તારમાં આવતા યાત્રીકો શ્રધ્ધાળુઓને સહાયભૂત થવા માટે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ દ્વારકા વિસ્તારના ડીવાયએસપી સાગર રાઠોડ દ્વારા ખાસ લક્ષ્ય કેળવી અને નોંધપાત્ર કામગીરી કરવામાં આવે છે. ત્યારે બેટ દ્વારકા વિસ્તારમાં આવેલા શ્રદ્ધાળુઓના મોબાઈલ ફોન ગુમ થતા આ પ્રકરણમાં બેટ દ્વારકા પોલીસ મથકના પી.આઈ. કે.એસ. પટેલના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા હ્યુમન રિસોર્સિસ અને ટેકનિકલ એનાલિસિસ સહિતની કાર્યવાહી કરી અને એક આસામીનો રૂપિયા 1.29 લાખનો સેમસંગ કંપનીનો તેમજ અન્ય એક આસામીનો રૂપિયા 40,000 ની કિંમતનો આઈફોન મળી, કુલ રૂપિયા 1.69 લાખના બે મોબાઈલ ફોન શોધી કાઢી અને તેના મૂળ માલિકને સુપ્રત કરાયા હતા. આ કાર્યવાહી પોલીસ કોન્સ્ટેબલ દેવશીભાઈ ગોધમ અને મનીષાબેન મોટાળીયાની ટીમ દ્વારા કરવામાં આવી હતી.