રાજકોટ જી.ટી. શેઠ સરકારી આંખની હોસ્પિટલમાં અંધત્વ નિવારણ સપ્તાહની ઉજવણી કરાઈ

0

દર્દીઓને તેમજ તેમના પરિવારજનોને અંધત્વ નિવારણ અને આંખની કાળજી બાબતે કરાયા માહિતીગાર

રાજકોટ સ્થિત જી.ટી. શેઠ સરકારી આંખની હોસ્પિટલમાં અંધત્વ નિવારણ સપ્તાહની ઉજવણી અંતર્ગત નિદાન માટે આવતા દર્દીઓને તેમજ તેમના પરિવારજનોને અંધત્વ નિવારણ અને આંખની કાળજી બાબતે માહિતીગાર કરવામાં આવી રહ્યા છે. અંધત્વના કેટલાક સામાન્ય કારણોમા મોતિયો જેમાં આંખમાં લેન્સ વાદળછાયું થવું, ગ્લુકોમા જેમા આંખના દબાણમાં વધારો થવાને કારણે ઓપ્ટિક ચેતાને નુકસાન, ડાયાબિટીસને કારણે રેટિનામાં રક્ત વાહિનીઓને નુકસાન, રેટિનામાં ઘસારો અને આંસુ, નજીકની દ્રષ્ટિ, દૂરદ્રષ્ટિ અને અસ્પષ્ટતા, ચેપ અને ઈજા, કોર્નિયલ અલ્સર જેમા ઈજાથી આંખમાં રસી થવા, વિટામીન એ ની ઊણપ, ટ્રેકોમા સહિતનો સમાવેશ થાય છે. અંધત્વ નિવારક પગલાંમા નિયમિત આંખની તપાસ કરાવવી, રમતગમત, જાેખમી પ્રવૃત્તિઓ દરમ્યાન રક્ષણાત્મક ચશ્મા પહેરવા, આંખને નુકસાન અટકાવવા માટે યુવી પ્રોટેક્શનવાળા સનગ્લાસ પહેરવા, ફળો, શાકભાજી અને ઓમેગા-૩ ફેટી એસિડથી ભરપૂર સંતુલિત આહાર લેવો, નિયમિત કસરત કરવી, ધુમ્રપાન ન કરવંુ, ક્રોનિક સ્થિતિઓનું સંચાલન કરવું, આ નિવારક પગલાં દ્વારા અંધત્વનું જાેખમ ઘટાડી આંખનું સ્વાસ્થ્ય જાળવી શકાય છે ઉપરાંત નિયમિતઆંખનીતપાસ કરાવતા રહેવું જાેઈએ તેમ આંખ વિભાગના ડો.અંજલીબેન પડાયા અને ડો. હરેશભાઈ ગઢીયાએ જણાવ્યું હતું.

error: Content is protected !!