શ્રીકૃષ્ણ નગરી દ્વારકામાં રામનવમીનાં પાવન અવસરે દ્વારકાધીશ ભગવાન બન્યા પ્રભુ શ્રીરામ

0

યાત્રાધામ દ્વારકા એવી ભગવાન વિષ્ણુના સ્વરૂપ શ્રી કૃષ્ણ કર્મભૂમિમાં તેમના જ સ્વરૂપ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો જન્મોત્સવ દર વર્ષની જેમ ધાર્મિક પરંપરાનુસાર ઉજવવામાં આવ્યો હતો દ્વારકાધીશના ત્રૈલોક્ય સુંદર મંદિરમાં રામલ્લાના જન્મોત્સવને વધાવવા સવારે ૧૦:૩૦ કલાકે બંધ કરાયા બાદ ધાર્મિક ષોડશોપચાર વિધિથી મંત્રોચ્ચાર અને અભિષેક પૂજન સાથે કાળિયા ઠાકોરને શંખ, ચક્ર, ગદા, પદ્મ સાથે ભગવાન શ્રી રામની જેમ ધનુષ્યબાણ તેમજ સિલ્કના પિતાંબર અને કિરીટ મુગુટ ધારણ કરાવી શ્રી રામ સ્વરૂપનો શૃંગાર મનોરથ યોજવામાં આવ્યો હતો બપોરે ૧૨:૦૦ કલાકે શ્રી રામના જન્મ સમયે દ્વારકાધીશની વિશિષ્ટ ઉત્સવ આરતી કરવામાં આવી હતી. રામલ્લાના જન્મોત્સવ બાદ પુજારી પરિવાર નિજમંદિરમાં હર્ષોલ્લાસ સાથે નાચી જન્મોત્સવને વધાવયો હતો.

error: Content is protected !!