સાંસદ ધારાસભ્ય મહાનગર પ્રમુખ ની ખાસ ઉપસ્થિતિ સાથે બહોળી સંખ્યા માં કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા
ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા સાંસદ રાજેશભાઇ ચુડાસમા, ધારાસભ્ય સંજયભાઇ કોરડીયા, મહાનગર અધ્યક્ષ ગૌરવભાઈ રૂપારેલિયાની વિષેશ ઉપસ્થિતિમાં સક્રિય કાર્યકર્તાઓનું યમુના વાડી ઝાંઝરડા રોડ જૂનાગઢ ખાતે સમેલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય વક્તા મહેન્દ્રભાઈ પિઠીયા પ્રમુખ સોમનાથ શહેર ભાજપ સાથે સાથે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ગૌરવભાઈ રૂપારેલીયા, મહાનગરપાલિકા જૂનાગઢના મેયર ધર્મેશભાઈ પોશીયા, જૂનાગઢ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન પલ્લવીબેન ઠાકર તેમજ મહાનગરપાલિકા જૂનાગઢના શાસક પક્ષના નેતા મનનભાઈ અભાણી તેમજ દંડક કલ્પેશભાઈ અજવાણી તેમજ પૂર્વ પ્રમુખ પુનિતભાઈ શર્મા, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન હરેશભાઈ પરસાણા, જી.પી. કાઠી, પ્રદેશના જે.કે. ચાવડા, જીતુભાઈ મણવર, પૂર્વ મેયર ગીતાબેન પરમાર તેમજ આદ્યશક્તિબેન મજમુદાર આ કાર્યક્રમના ઇન્ચાર્જ ઓમભાઈ રાવલ, સહ ઇન્ચાર્જ જ્યોતિબેન વાડોલીયા, ગિરીશ આડતીયા તેમજ રવિભાઈ વિકાણી સાથે સાથે જૂનાગઢ મહાનગરના ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ માર્ગદર્શક પ્રદીપભાઈ ખીમાણી, મીડિયા વિભાગના સુરેશભાઇ પાનસૂરિયા તેમજ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીનું હૃદય ગણાય તેવા સમગ્ર શહેરના તમામ બોર્ડમાંથી આશરે ૫૦૦થી વધારે પણ સક્રિય કાર્યકર્તાઓની હાજરી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનગરપાલિકાના કોર્પોરેટરીઓ તેમજ વિવિધ મોરચાના પ્રમુખ મહામંત્રીઓ તેમજ મહિલા મોરચાના મોટી સંખ્યામાં બહેનો હાજર હતા. આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન ધારાસભ્ય સંજય કોરડીયાએ કરેલ હતું તેમજ કાર્યકર્તાઓને રાજેશભાઈ ચુડાસમા દ્વારા ખૂબ જ સુંદર માર્ગદર્શન આપવામાં આવેલ હતું. તેમજ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ગૌરવભાઈ રૂપારેલીયાએ ખૂબ જ સુંદર માર્ગદર્શન આપેલું હતું સાથે સાથે કાર્યક્રમના મુખ્ય વક્તા મહેન્દ્રભાઈ પિઠીયાએ કાર્યકર્તાઓને પોતાની સહેલી ભાષામાં ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમનું આ કાર્યક્રમના ઓમભાઈ દ્વારા સફળ સંચાલન કરવામાં આવેલ છે સાથે સાથે કાર્યક્રમની આભાર વિધિ કાર્યક્રમના સહ ઇન્ચાર્જ રવી વિકાણી દ્વારા કરવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં દરેક વોર્ડના પ્રમુખઓ દ્વારા પધારેલા મુખ્ય મહેમાનને ખેસ તેમજ બુક આપી દરેક મેમ્બરને સન્માનિત કરેલ હતા. અંતે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ દરેક લોકો માટે ખૂબ જ સુંદર ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ હતી તેમ મીડિયા વિભાગના સંજય પંડયાની યાદી જણાવે છે.