ખંભાળિયામાં વિનાયક સોસાયટી રેલવે ફાટક પાસે બાપા સીતારામની મઢુલી ખાતે સેવા આનંદ ગ્રુપ દ્વારા ઉનાળાના દિવસોમાં સતત ૯ વર્ષથી જલ સેવાની ખુબ જ આવકારદાયક પ્રવૃતિ કરવામાં આવી રહી છે. જેમાં દાતાઓના સહયોગથી દરરોજ ૩૫૦૦ થી ૪૦૦૦ લીટર ઠંડુ પાણી પીવડાવવામાં આવે છે. આ માર્ગ પરથી પસાર થતા તમામ બસ, કાર સહિતના દરેક વાહનના મુસાફરોને તેમના વાહનમાં જઈને પાણી પીવડાવવામાં આવે છે. સાથે સાથે મુસાફરો પાસે રહેલી બોટલ પણ ભરી આપવામાં આવે છે. આ સેવા પ્રવૃત્તિનો દરરોજ ૮ થી ૧૦ હજાર લોકો લાભ લઇ રહ્યા છે. તેમજ વાર-તહેવારે અહીં લોકોને સરબત અને ઠંડી છાસ પણ આપવામાં આવે છે. આ સેવાકીય પ્રવૃત્તિ માટે સેવાભાવી દૂલા મારાજ અને તેમની ટીમના સ્વયંસેવકો અવિરત સેવા આપી રહ્યા છે. આથી અહીંના જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીની ઉપસ્થિતીમાં ગઈકાલે સોમવારે દુલા મારાજ, ભિખુભા જાડેજા, રણજીતસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ જાડેજા, પ્રભુદાસભાઈ પુરોહિત વિજયભાઈ ગોસ્વામી, રામદેવસિંહ ગોહિલ, જાેરૂભા ચુડાસમા, કાંતિભાઈ કણજારીયા, અમૃતલાલ જાેષી, અશ્વિનભાઈ ચોપડા, ભાવેશભાઈ પ્રજાપતિ, મનીષાબેન પટેલ, કૌશિકભાઈ, લખુભા રાઠોડ, ગોવિંદભાઈ ભારદીયા, પ્રવિણભાઈ ત્રિવેદી, ગોવિંદભાઈ સગર સહિતના દરેક સ્વયંસેવકોને દ્વારકાધીશજીની પ્રસાદી રૂપે ઉપરણા ઓઢાડીને સન્માનિત કરીને આ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી.